મુખ્ય સમાચાર
News of Tuesday, 10th April 2018

ભારતની મધ્યસ્થ બેંકે વિદેશી રોકાણકારોની મર્યાદામાં કરેલી વધારાથી કોર્પોરેટ જગતમાં ૧૬ અબજ ડોલરનું રોકાણ કરી શકાશે

નવી દિલ્‍હીઃ ભારતની મધ્યસ્થ બેન્કે વિદેશી રોકાણકારોની મર્યાદામાં વધારો કરતા વિદેશી બોન્ડ ઇન્‍વેસ્‍ટર્સ ભારતના ૧૬ અબજ ડોલરનું રોકાણ કરી શકશે.

વિદેશી રોકાણકારો સોવરિન, રાજ્ય અને કોર્પોરેટ બોન્ડઝમાં માર્ચ 2019માં પૂરા થતા નાણાંકીય વર્ષમાં રૂ. 1,04 લાખ કરોડ (16 અબજ ડોલર) સુધીનું પોતાનું હોલ્ડિંગ વધારી શકે છે.

વિદેશી રોકાણકારો કેન્દ્રિય સરકારી જામીનગીરોઓમાં વર્ષે 0.5 ટકા સુધીના હોલ્ડિંગનો વધારો કરી શકે છે, તેથી કુલ મર્યાદા માર્ચ 2019માં પૂરા થતા વર્ષને અંતે 5.5 ટકા થઇ ગઇ છે અને તેના પછીના 12 મહિનાના ગાળા માટે 6 ટકાની મર્યાદા થઇ છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. વિદેશી રોકાણકારો ભારતીય કંપનીઓ દ્વારા વેચવામાં આવેલા દેવા સાધનોમાં 9 ટકા સુધીની મર્યાદા રાખી શકે છે.

છેલ્લા બે સપ્તાહોમાં સરકારે દેવા પુરવઠાને ઘટાડવા માટે નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાની ઋણ યોજનાઓમાં ઘટાડો કર્યો છે અને મધ્યસ્થ બેન્કે બોન્ડની માગ પેદા કરવા માટે બેન્કોને બોન્ડ ટ્રેડિંગ નુકસાનનો વ્યાપ વધારવા માટે જણાવ્યું હતું. આ પગલાંઓએ બોન્ડની ઉપજને નીચી લાવી દીધી છે.

જે બે વર્ષના સૌથી ઊંચા મથાળે પહોંચી ગઇ હતી અને વડાપ્રધાન મોદી વહીવટતંત્રની ઋણ યોજનાઓ માટે સંકટ ઊભુ કર્યું હતું. ટ્રેડર્સે આ પહેલને આવકારી છે ત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ચાલતુ ટ્રેડ વોર વિકસતા બજારોની એસેટ્સ માટેની અસ્થિરતાને વેગ આપી શકે છે અને માગને ઘટાડી શકે છે.

(6:21 pm IST)