મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કોરોના મહામારી સમયે પરમાણું બોમ્બ બનાવતા હતા કિમ જોંગ ઉન : યુએનના રિપોર્ટમાં ખુલાસો

કોરોનાથી લડવાને બદલે ઉત્તર કોરિયા પરમાણુ બોંબ બનાવવામાં વ્યસ્ત હતું

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયા કોરોના કાળમાં બોમ્બ બનાવવા જ વ્યસ્ત હતું. કોરાના નામથી શરીરમાં ભયનું લખલખું ફરી વળે છે. અમેરિકા જેવી મહાસત્તા પણ હાંફી ગઈ હતી. એવી ભયાનક આ બીમારી છે. વિશ્વભરમાં ૨૩ લાખથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૧૦ કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

એક વર્ષ કરતા પણ વધારે લાંબી ચાલનાર આ બીમારીમાં બ્રિટન જેવા વિકસિત દેશો ઘૂંટણિયે આવી ગયા ત્યારે કોરોનાથી લડવાને બદલે ઉત્તર કોરિયા પરમાણુ બોંબ બનાવવામાં જ લાગેલું હતું. ઉત્તર કોરિયાના માર્શલ કિમ જોંગ ઉન અને તેના સખ્ત વલણને લઇને સંયુક્ત રાષ્ટ્રએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પરમાણુ બોમ્બ માટે કિમ જોંગ ઉનની ઘેલછા સમગ્ર દુનિયા જાણે છે. કિમ જોંગ ઉન અત્યારે પરમાણુ બોમ્બ બનાવવાના કારણે આખી દુનિયામાં ચર્ચામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં કિમ જોંગ ઉન પોતાના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને આગળ વધારવામાં જ વ્યસ્ત હતા. પરમાણુ કાર્યક્રમને લઇને કિમ જોંગ માટે એવું કહેવાય છે કે તેમને કોઈ પણ નિયમ ક્યારેય નડતો નથી. જે લોકો પરમાણુ કાર્યક્રમના નિયમ અને શરતોની દેખરેખ કરે છે તે લોકોએ આ રિપોર્ટ તૈયાર કર્યો અને આવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

(12:46 am IST)