મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પ્રશાંત મહાસાગરમાં 7.7ની તીવ્રતાનો મહા ભયંકર ભૂકંપ : ન્યુઝીલેન્ડથી ઇન્ડોનેશિયા સુધી અસર :સુનામીની વોર્નિગ

ભૂકંપ લોયલ્ટી દ્રીપ સમૂહથી છ માઇલ દક્ષિણ-પૂર્વની ઊંડાઇ પર કેન્દ્રિત

દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક એજન્સીના જણાવ્યા અનુસાર, 7.7ની તીવ્રતાવાળો ભૂકંપ લોયલ્ટી દ્રીપ સમૂહથી છ માઇલ દક્ષિણ-પૂર્વની ઊંડાઇ પર કેન્દ્રિત હતો. જેની અસર ન્યુઝીલેન્ડથી લઇને છેક ઇન્ડોનેશિયા સુધી થઇ છે

US સુનામી વોર્નિગ સેન્ટરે ન્યુઝીલેન્ડ, વેનુઆત, ફિજી અને અન્ય પ્રશાંત દ્રીપ માટે ચેતવણી જારી કરી છે. આ મહાસાગરની ચારે બાજુ ભૂકંપીય દોષ લાઇનોની એક ઘોડાની નાળની આકારની શ્રૃંખલા 'રિંગ ઑફ ફાયર' ની સાથે આવેલી છે. સૂચના અનુસાર, હજી સુધી કોઇ પણ પ્રકારના જાનમાલની સ્થિતિ જાણવા નથી મળી.

બીજી બાજુ, ઓસ્ટ્રેલિયાઇ હવામાન એજન્સીએ દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કારણે સુનામી આવવાની પુષ્ટિ કરી છે. Bureau of Meteorology, Australia એ લોર્ડ હોવે દ્રીપ માટે ખતરો છે

(11:24 pm IST)