મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

14મીએ કેન્ડલ માર્ચ અને 18મીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલન :સંયુક્ત કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ જાહેર

12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના દરેક ટોલ પ્લાઝાને ખેડૂતો ફ્રી કરાવશે.

નવી દિલ્હી : ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂતોએ આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. દિલ્હીની સરહદો પર લગભગ 80 દિવસોથી ચાલતા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આજે ઘોષણા કરી છે કે આગામી 18 ફેબ્રુઆરીથી તેઓ રેલ રોકો અભિયાન શરુ કરશે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે 18 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ખા દેશમાં રેલ રોકો આંદોલન ચાલશે. સાથે જ આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના દરેક ટોલ પ્લાઝાને ખેડૂતો ફ્રી કરાવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હૂમલાની તિથી ઉપર ખેડૂતો અને જવાનો માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવશે. તો 16 ફેબ્રુઆરીના રોજ સર છોટુ રામની જયંતી ઉપર ખેડૂતો સોલિડૈરિટી શો કરશે. કિસાન મોર્ચાએ કહ્યું કે હરિયાણાના લોકો ભાજપ અને જેજેપી નેતાઓ ઉપર ખેડૂતના સમર્થન માટે દબાવ બનાવે અથવા તો તેમને ગાદી છોડવા માટે કહે.

ઉલ્લેખનીય છે કે જે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વરા ખેડૂત દલન ને ત્રણ કૃષિ કાયદા અંગે ઘણા સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. સાથે જ નેક સવાલોના જવાબ પણ આપ્યા છે. સાથે જ તેમણે આજે ફરી વખત ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે ખેડૂતોની આ રણનીતિની શું અસર થાય છે.

(9:35 pm IST)