મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સંપૂર્ણ ખાનગીકરણ તરફ સાંકેતિક ઈશારો કરતા નરેન્દ્રભાઈ : પીએમએ પૂછ્યું -બાબુના હાથમાં દેશ આપીને શું કરીશું?

ઇએએસ બની જાય તો ફર્ટિલાઇઝરનું કારખાનું ચલાવશે? કેમિકલ ફેક્ટરી ચલાવશે? હવાઈ જહાજ ચલાવશે? યુવાન પણ દેશના જ છે. આપણે યુવાની તાકાતનો વધુ લાભ લેવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ લોકસભામાં પોતાના સંબોધનમાં સંપૂર્ણ ખાનગીકરણ તરફ સાંકેતિક ઈશારો કરતા કહ્યું હતું કે વેલ્થ ક્રિએટર દેશ માટે જરૂરી હોય છે. દેશનું સામર્થ્ય વધારવા માટે અમુક યોગદાન અત્યંત મહત્વનું છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ભારતીયનો પરએવો પડવો જોઇએ, ત્યારે દેશ આગળ વધે છે.

વડાપ્રધાને ઉદાહરણ આપતા કહ્યું હતું કે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કર્યું અનેક મોબાઈલ કંપનીઓ આવી. આજે ગરીબના ઘરમાં પણ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. ટેલિકોમ સેક્ટરમાં સ્પર્ધા ઊભી કરવામાં આવી. આજે હિન્દુસ્તાનમાં સસ્તો ડેટા પણ મળે છે. શું ભારતમાં તમામ વેક્સિન નિર્માતા સરકારી છે? આપણે ખાનગીકરણને નકારી દઈએ તો તે ખોટું હશે. આપણે આપણા યુવાનો ઉપર ભરોસો હોવો જોઈએ. દરેકને તક આપવી જોઈએ. કોઈને પણ ગાળો દેવી કે બેઈમાન કહેવુ અયોગ્ય છે.દુનિયા હવે બદલી ચૂકી છે. સમાજમાં તાકાત છે. દેશમાં તાકાત છે. દરેકને માત્ર તક મળવી જોઈએ.

 નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે ખાનગીકરણ વખોડવું કે તેના માટે ખરાબ ભાષા વાપરવી એ ભૂતકાળમાં વોટબેન્ક માટે કરાતું હતું પરંતુ હવે એ ચાલી શકે તેમ નથી

વડાપ્રધાને વધુ વાત કરતાં કહ્યું હતું કે તેમણે વેલ્થ ક્રિએટરની જરૂર કેટલી છે એ લાલ કિલ્લા ઉપરથી પણ કહ્યું હતું .વેલ્થેથી ગરીબીનો પણ ઘટાડો થશે અને નવા રોજગારી ઉત્પન્ન થશે. મોદીએ બાબુને ટાર્ગેટ કર્યો હોય એવી રીતે કહ્યું હતું કે તમામ વસ્તુઓ બાબુ કરશે શું? આઇએએસ બની જાય તો ફર્ટિલાઇઝરનું કારખાનું ચલાવશે? કેમિકલ ફેક્ટરી ચલાવશે? હવાઈ જહાજ ચલાવશે? બાબુના હાથમાં દેશ આપીને આપણે શું કરીશું? બાબુ દેશના છે એવી રીતે યુવાન પણ દેશના જ છે. આપણે યુવાની તાકાતનો વધુ લાભ લેવો જોઈએ.

(9:28 pm IST)