મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

LLM નો અભ્યાસક્રમ બે વર્ષને બદલે એક વર્ષનો કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( BCI ) ને આવો નિર્ણય લેવાનો અધિકાર નથી : નેશનલ લો યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સ તથા કોન્સોર્ટિયમ ની પિટિશનને ધ્યાને લઇ આવતીકાલ ગુરુવારના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( BCI ) એ જાહેર કરેલા પરિપત્ર મુજબ બેચલર ઓફ લો ડિગ્રી પછી થઇ શકતો એલ.એલ.એમ.નો અભ્યાસક્રમ જે ચાર સેમિસ્ટર દ્વારા બે વર્ષનો હતો તે આવતા વર્ષથી એક વર્ષનો કરવામાં આવશે . જેના આધારે આ અભ્યાસક્રમમાં દાખલ થવા માટે દેશની લો યુનિવર્સીટીઓમાં 5 હજાર ઉપર અરજીઓ આવી ચુકી છે.

 BCI ના આ નિર્ણયને નેશનલ લો યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સ તથા કોન્સોર્ટિયમ એ પડકાર્યો છે.જેમાં જણાવાયા મુજબ આ  નિર્ણય લેતા પહેલા દેશની એકપણ લો યુનિવર્સીટી સાથે ચર્ચા કરવામાં આવી નથી.તેમજ એવો નિર્ણય લેવાની સત્તા યુ.જી.સી.તથા એચ.આર.ડી.ની છે.
આ નિર્ણય વિરુદ્ધ માંગવામાં આવેલા સ્ટે અંગેની સુનાવણી આવતીકાલ બુધવાર ઉપર રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)