મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

"" શંખનાદ " : વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીએ સ્વામી વિવિકાનંદ તથા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉજવી : કાર્યક્રમના ચીફ ગેસ્ટ સાધ્વી ઋતંભરા , સ્વામી વિજ્ઞાનાનંદ ,તથા ડો.શરદિંદુ મુખરજીએ ભારતથી મોકલેલા વિડીઓનું પઠન કરાયું : વર્ચ્યુઅલ ઉજવણીમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો જોડાયા

કેલીફોર્નીઆ : તાજેતરમાં 23  જાન્યુઆરીના રોજ અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયામાં લોસ એન્જલ્સ મુકામે સ્વામી વિવેકાનંદ તથા નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ ઉજવાઈ ગયો.

વર્ચ્યુઅલ ઉજવણી અંતર્ગત કાર્યક્રમના ચીફ ગેસ્ટ દીદી મા સાધ્વી ઋતંભરા , વી.એચ.પી.ના સ્વામી વિજ્ઞાનાનંદ ,તથા ડો.શરદિંદુ મુખરજીએ ભારતથી મોકલેલા વિડીઓનું પઠન કરાયું હતું.

 અન્ય મહાનુભાઓએ પણ વિડિઓ મેસેજ મોકલ્યા હતા.જેમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી ,ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંઘ ,સહિતનાઓનો સમાવેશ થતો હતો.

આ તકે ભારતના પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ મોકલેલો શુભેચ્છા સંદેશ ડો.ભરત  બારાઈએ વાંચી સંભળાવ્યો હતો.તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોકલેલો શુભેચ્છા સંદેશ અશોક મદને વાંચી સંભળાવ્યો હતો.તેમજ વેદાંતા સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના સ્વામી સર્વદેવાનંદે પ્રેરક પ્રવચન કર્યું હતું.

વર્ચ્યુઅલ ઉજવણીમાં મેરીટોસ તથા લા પાલ્મા સિટીના મેયરો શ્રી નરેશ સોલંકી તથા શ્રી નિતેશ પટેલ જોડાયા હતા. બંને એ આયોજકોને સન્માનપત્ર એનાયત કર્યા હતા.

શ્રી અરવિંદ પટેલ તથા ડો.સેદાણીએ મનોરંજન પીરસ્યું હતું.સુશ્રી રચના શ્રીવાસ્તવે ગીત ગાયું હતું. નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)