મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

‘ગંદી બાત' ફેઇમ અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્‍ઠની મુંબઇ પોલીસ દ્વારા પોર્ન વીડિયો શુટ અને મોબાઇલ એપ ઉપર અપલોડ કરવાના ગુન્‍હામાં ધરપકડઃ સંઘર્ષ કરતા કલાકારો પાસે જબરદસ્‍તી અશ્‍લિલ ફિલ્‍મોમાં કામ કરાવતી

નવી દિલ્હી: 'ગંદી બાત' ફેમ અભિનેત્રી અને મોડલ ગેહના વશિષ્ઠની મુંબઈ પોલીસે પોર્ન વીડિયો શૂટ કરવા અને તેને મોબાઈલ એપ પર અપલોડ  કરવાના આરોપમાં ધરપકડ કરી છે. ગેહના વશિષ્ઠની પોલીસે શનિવારે ધરપકડ કરી હતી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગહેના મુંબઈમાં વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને સંઘર્ષ કરી રહેલા કલાકારો પાસેથી અશ્લિલ ફિલ્મોમાં જબરદસ્તીથી કામ કરાવતી હતી.

પોલીસનો ખુલાસો

80 જાહેરાત, 7 વેબસિરીઝ અને અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ગેહના પર 85થી વધુ પોર્ન ફિલ્મોના શુટિંગ કર્યા બાદ પોતાની વેબસાઈટ પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેહના સ્ટ્રગ્લિંગ એક્ટર્સને પૈસાની લાલચ આપીને પોર્ન વીડિયો શૂટ કરાવતી હતી. એટલું જ નહીં તે આ એક્ટર્સને એક શૂટના બદલે 20 હજાર રૂપિયા આપતી હતી. પોલીસને શક છે કે ગેહનાના ત્રણ બેન્ક એકાઉન્ટમાં જમા 36 લાખ રૂપિયા પોર્ન વેબસાઈટને સબસ્ક્રાઈબ દ્વારા આવ્યા છે. આ વેબસાઈટ પર કન્ટેન્ટ લેવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડ છે. રિપોર્ટ્સનું માનીએ તો ગેહનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ હતું. જ્યાં વેબસિરીઝ અને સીરિયલના નામ પર પોર્નોગ્રાફી વીડિયો બનાવવામાં આવતા હતા અને તેને અપલોડ કરવામાં આવતા હતા.

ગેહનાની સાથે બીજા પણ અનેક અટકાયતમાં

ગેહના વશિષ્ઠ કેસમાં પોલીસે કાર્યવાહી દરમિયાન 10 મહિલાઓ સહિત પાંચ લોકોની અટકાયત કરી છે. આ આરોપીઓ 10 ફેબ્રુઆરી સુધી પોલીસ અટકાયતમાં રહેશે. જેમા અભિનેત્રી ગેહના વશિષ્ઠ સહિત રોયા ખાન, ઉર્ફે યાસ્મીનને મુખ્ય આરોપી ગણાવવામાં આવી રહ્યા છે. પોલીસના એક અધિકારીએ જાણકારી આપી કે યાસ્મીન પોતે પહેલા ફિલ્મો અને સીરિયલમાં નાના રોલ કરી ચૂકી છે. તેની પાસે તે છોકરીઓની યાદી મળી જે બોલીવુડમાં કામ કરવા માંગે છે.

ગેહનાની ટીમે આરોપો ફગાવ્યા

જો કે ગેહનાની ટીમે આ આરોપો ફગાવ્યો છે. ગેહનાની ટીમનું કહેવું છે કે ગેહનાને એક વર્ષમાં ચાર વાર હાર્ટ એટેક આવ્યો છે. તેને અસ્થમાની બીમારી છે. તેનું સ્વાસ્થ્ય ખુબ નાજુક છે. મુંબઈ પોલીસે વધુ કડકાઈ બતાવવી જોઈએ નહીં. તેને આ પોર્ન વેબસાઈટ્સ સાથે કોઈ લેવાદેવા નથી.

ગેહનાનું અસલ નામ

અત્રે જણાવવાનું કે અભિનેત્રી ગેહના વશિષ્ઠનું અસલ નામ વંદના તિવારી છે. તેનો જન્મ છત્તીસગઢના ચિમરી ગામમાં થયો હતો. ગેહનાને શરૂઆતથી જ મોડલિંગ અને અભિનયમાં રૂચિ હતી. તેણે વર્ષ 2012માં મિસ એશિયા બિકિનીનો ખિતાબ પણ જીત્યો હતો. ગેહનાએ અનેક એડ ફિલ્મોની સાથે સાથે બોલીવુડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ પોલીસને ખબર મળી હતી કે એક ગેંગ ફિલ્મોમાં કામ કરવા માટે ફ્રેશ ચહેરાની શોધમાં જાહેરાત બહાર પાડી રહી છે. જો કે ચહેરા મળ્યા બાદ તેમની પાસેથી પોર્ન વીડિયો શૂટ કરાવવામાં આવતા હતા.

(5:05 pm IST)