મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પાકિસ્‍તાનની કરાંચી જેલમાં બંધ 400 ભારતીય માછીમારોને કેન્‍દ્ર સરકાર તાત્‍કાલીક છોડાવેઃ રાજ્‍યસભામાં સાંસદ શકિતસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવ્‍યો

નવી દિલ્હી/ગાંધીનગર: ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) બુધવારે રાજ્યસભામાં પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો. ગોહિલે કહ્યું કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે સંકળાયેલી છે અને પાકિસ્તાની નેવી માછીમારોને ધરપકડ કરીને તેમની બોટ કબ્જામાં લઈ લે છે. જ્યારે માછીમારોને જેલમાં ધકેલી દે છે. આવા માછીમારોને મુક્ત કરાવવામાં આવે અને તેમની બોટ સાથે તેમને પરત લાવવામાં આવે.

શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પાકિસ્તાનના કરાંચીની મધ્યસ્થ જેલમાં 400 ભારતીય માછીમારો કેદ છે. જ્યારે તેમની 1,100 બોટ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે. તેમણે સરકારને માછીમારોની મુક્તિ અને તેમની બોટ છોડાવવા માટે કંઈક પગલા લેવાનો આગ્રહ કર્યો.

કોંગ્રેસ સાંસદે વધુમાં જણાવ્યું કે, જ્યારે પાકિસ્તાની મરિસ સિક્ટોરિટી એજન્સી ભારતીય માછીમારોને ના પકડી શકે, તે માટે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ વધારવામાં માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, વેસટ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં થયેલા ગેરવહીવટ પર સરકાર ધ્યાન આપે અને CAGના રિપોર્ટમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે, તેને સરકાર ગંભીરતાથી લે.

રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાને 2020માં કેદીઓની યાદીની આપલે કરી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, 270 ભારતીય માછીમારો અને 54 નાગરિકો પાકિસ્તાનની જેલોમાં બંધ છે. જેમાંથી 100 જેટલા માછીમારોએ પોતાની સજા પૂરી કરી લીધી છે અને તેમની નાગરિક્તાની પણ ખારાઈ થઈ ગઈ છે. પાકિસ્તાન દ્વારા માછલી પકડવા માટે ઉપયોગમાં લેવાતી બોટ જપ્ત કરી લેવામાં આવે છે અને માછીમારોની ધરપકડ કરવામાં આવેછે. આ બોટ જ માછીમારોની આજીવિકાનું એકમાત્ર સાધન હોય છે. ભારતીય માછીમારોની 1,000થી વધુ બોટ પાકિસ્તાને પોતાના કબ્જામાં રાખી છે.

પાકિસ્તાન અને ભારત એકબીજાની જળ સીમામાં માછલી પકડવા બદલ માછીમારોની ધરપકડ કરતા રહે છે. તાજેતરમાં પાકિસ્તાને 25 ડિસેમ્બરે સદ્દભાવના સંકેત તરીકે 220 ભારતીય માછીમારોને મુક્ત કર્યાં હતા.

(5:03 pm IST)