મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ગુગલે પ્લે સ્ટોરમાંથી ૧૦૦ ફેક ઇન્સ્ટંટ લોન એપ હટાવી

નવી દિલ્હી,તા. ૧૦: કેન્દ્રના જણાવ્યા મુજબ ગુગલે અત્યાર સુધીમાં દેશમાં લગભગ ૧૦૦ ફેક ઇન્સ્ટંટ લોન એપ પ્લે સ્ટોરમાંથી હટાવી છે. આ એપ કથીત રૂપે ખાનગી ડેટા એકત્રીત કરવા અને તેનો દૂર ઉપયોગ ધોખાધડી, ધમકી દેવાના અન્ય રીતોમાં સંલીપ્ત હતી.

લોકસભામાં એક સવાલના જવાબમાં મંત્રાલયે જણાવેલ કે તપાસ એજન્સીઓએ આવી એપ સુચના મળ્યા બાદ ગુગલે પહેલા ૪ ડિસેમ્બર ૨૦૨૦થી ૨૦ જાન્યુઆરી સુધીમાં પ્લે સ્ટોરથી હટાવી લીધી છે.

(3:38 pm IST)