News of Wednesday, 10th February 2021
ટયુશન કલાસ સુપર સ્પ્રેડર બન્યોઃ ૯૧ વિદ્યાર્થીને અનેક ટીચરને કોરોના વળગ્યો
મલ્લાપુરમ (કેરલ) તા. ૧૦: સત્તાધીશોએ કહ્યું છે કે, મરનચેરીયન પોન્નાઇમાં આવેલ સરકારી સ્કૂલના જે ૯૧ વિદ્યાર્થીને ખાનગી ટયુશન કલાસમાં કોરોના વળગ્યો છે તે ટયુશન કલાસ જ કોરોનાના સુપર-સ્પ્રેડર બન્યા છે. આ ટયુશન કલાસ સીલ કરી દીધા છે. કોરોના ફેલાતો અટકાવવા આસપાસની કેટલીક સ્કૂલો બંધ કરી દેવાઇ છે. અત્યાર સુધીમાં કુલ મળીને ૧૪૮ વિદ્યાર્થી, ૩૭ શિક્ષકો મરનચેરી સ્કૂલના અને વન્નેરી એચએસએસના ૪ર વિદ્યાર્થી અને ૪ર શિક્ષકોને કોરોના વળગી ચૂકયો છે. વધુના ટેસ્ટ કરાવાઇ રહ્યા છે.
(3:16 pm IST)