મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કોરોનાના ૧૧,૦૬૭ નવા કેસ : ૯૪ના મોત

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૧.૦૮ કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૧૧,૦૬૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ લોકોનાં મોત થયાં છે.

દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૧,૦૮,૫૮,૩૭૧ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૧,૫૫,૨૫૨ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૧,૦૫,૬૧,૬૦૮ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૧,૦૧૬ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જયારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૧,૪૧,૫૧૧ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૯૭.૧૩ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪૩ ટકા થયો છે.  દેશમાં અત્યાર સુધીમાં ૬૬,૧૧,૫૬૧ લાખની આસપાસ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩,૫૨,૫૫૩ કોરોના રસી આપવામાં આવી હતી. સાત રાજયો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણથી એક પણ મોત થયું નથી.

(3:15 pm IST)