મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ચાલુ વર્ષે 5G જીયો નહી આવે : મુકેશ અંબાણીને ઝટકો

સંસદીય પેનલ મુજબ આગામી ૬ મહિના બાદ એક અન્ય સ્પેકટ્રમની હરાજી બાદ લેવાશે નિર્ણય

મુંબઇ તા.૧૦ :  સરકારે ૫-જીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જેને લઈને મુકેશ અંબાણીના જિયોને મોટો ઝટકો લાગ્યો છે. સરકારના અનુસાર દેશમાં આ વર્ષે ૫-જી ને રોલ આઉટ કરવું સંભવ નથી. તેની શરુઆત ભારતમાં ૨૦૨૨માં થઈ શકે છે.

સંસદીય પેનલના રિપોર્ટ અનુસાર આગામી ૬ મહિના બાદ એક અન્ય સ્પેકટ્રમની હરાજી થવાની છે તેના બાદ જ ભારતમાં ૫-જીને આગામી વર્ષ સુધી રોલ આઉટ કરવામાં આવી શકાશે. સંસદીય પેનલના પ્રમુખ અને લોકસભા સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે ભારતમાં ૫-જી સર્વિસને આ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના અંતમાં કે ૨૦૨૨ના પ્રારંભમાં ખાસ ઉપયોગ માટે શરૂ કરી શકાય છે, આમ એટલા માટે કારણ કે ૪-જી એ ભારતમાં આગામી ૫થી ૬ વર્ષ સુધી ચાલુ રહેવું જોઈએ. સંસદીય પેનલની રિપોર્ટથી રિલાયન્સના સીઈઓ મુકેશ અંબાણીને જોરદાર ઝટકો લાગી શકે છે. આ પહેલા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો વર્ષ ૨૦૨૧ની બીજી છ માસિક સુધીમાં ભારતમાં ૫-જી સર્વિસને લોન્ચ કરશે. અંબાણીના નિવેદન મુજબ ૫-જી સર્વિસમાં જિયો સૌથી આગળ રહેશે, જયારે આ વર્ષે એરટેલ તરફથી પણ ૫-જી સર્વિસની હૈદ્રાબાદમાં કોમર્શિયલ નેટવર્ક પર સફળતાથી ટ્રાયલ કરાઈ હતી. ટેલીકોમ કંપનીઓ એરટેલ અને જિયોએ ૫-જીની તૈયારી પુરી કરી લીધી છે. પરંતુ બીજી બાજુ સરકાર અડધી તૈયારી સાથે આ મામલે આગળ વધવા નથી માંગતી.

(3:15 pm IST)