મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

નરેન્દ્રભાઇ દ્વારકા ખાતે હરિભાઇ આધુનિકને મળવા પ્રોટોકોલ તોડીને દોડી ગયા હતા

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ભાજપના અગ્રણી અને જનસંઘ વખતથી કાર્યરત હરિભાઇ આધુનિક અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વચ્ચે જુનો નાતો હતો તેઓ બંને વર્ષો સુધી સાથે કાર્યરત રહ્યા હતાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારકા આવતા ત્યારે હરિભાઇ આધુનિકને ચોક્કસ મળતા હતા. થોડા સમય પહેલા પણ દ્વારકા આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રોટોકોલ તોડીને હરિભાઇ આધુનિકને મળવા દોડી ગયા હતાં. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા તે ફાઇલ તસ્વીરમાં નજરે પડે છે.

(3:14 pm IST)