મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સ્પે.મેરેજ એકટ હેઠળ થતા લગ્નમાં ૩૦ દિવસ પહેલા નોટીસ જરૂરી રહેશે

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કર્યું સોગંદનામુ

નવી દિલ્હી તા. ૧૦ : સ્પેશ્યલ મેરેજ એકટની જોગવાઈ હેઠળ લગ્ન કરતા યુગલો માટે ૩૦ દિવસની ફરજીયાત પુર્વ નોટીસ મુદે હવે નવો કાનૂની જંગ સર્જાય તેવી શકયતા છે. દિલ્હી હાઈકોર્ટે આપેલા એક વિવાદમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરી આંતરધર્મીય લગ્ન કરતા યુગલો માટે આ પુર્વે નોટીસ એ યોગ્ય તથા ન્યાયી છે અને તેના માટેનો હેતુ છે તેને જોવા જોઈએ. હાઈકોર્ટ સમક્ષ આવેલા એક વિવાદમાં યુગલે તેમના લગ્ન નોંધણી પુર્વે ૩૦ દિવસની નોટીસ ફરજીયાત કરતી જોગવાઈને સરકારે અટકાવી હતી જેમાં તેઓએ દલીલ કરી હતી કે તેઓ બન્ને પુખ્ત ઉંમરના છે અને તેની ઈચ્છા મુજબ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે. આ પ્રકારની પુર્વ નોટીસ તેમના બંધારણીય અધિકારને પણ પાલન નહી કરવા સમાન છે.

પરંતુ કેન્દ્રના કાનૂન મંત્રાલય દ્વારા આ સામે એક સોગંદનામુ દાખલ કરીને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન.પટેલની ખંડપીઠને જણાવ્યું હતું કે સ્પે. મેરેજ એકટ હેઠળ લગ્ન નોંધણી કરાવનાર યુગલની માહિતી જે તે કચેરીના નોટીસ બોર્ડ પર મુકાય છે અને તેમાં જો કોઈને વાંધો હોય તો તે વ્યકિત ૩૦ દિવસમાં પુરાવા સહિત રજુ કરી આ લગ્નની નોંધણી અટકાવી શકે છે અને સક્ષમ અધિકારી તેની તપાસ કરીને આખરી નિર્ણય આપી શકે છે. કાનૂન મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારના લગ્નમાં જે વિવિધ પક્ષો સામેલ થયા હોય છે તેમના હિતને ખ્યાલમાં રાખીને જ આ જોગવાઈ કરવામાં આવી છે. અરજદાર યુગલની રજુઆત હતી કે ફકત આ પ્રકારના લગ્નમાંજ ૩૦ દિવસની નોટીસ એ અન્યાયકર્તા છે.  બંધારણમાં દરેક જે લગ્ન કરવાની કાનૂની ઉમર ધરાવતા હોય તેને ઈચ્છીત વ્યકિત સાથે પરસ્પરની સંમતીથી લગ્ન કરવાનો અધિકાર છે. એ રસપ્રદ છે કે અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે આ પ્રકારના વિવાદમાં આંતરધર્મ લગ્નમાં જો; યુગલ સ્પે.મેરેજ એકટ હેઠળ લગ્ન કરતા હોય તો ૩૦ દિવસની નોટીસ આપવી ફરજયાત રહેશે નહી પણ તે યુગલ ઈચ્છે તો નોટીસ આપી શકશે અને એક વખત નોટીસ આપ્યા બાદ જો કોઈ વિવાદ સર્જાય તો તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

(3:13 pm IST)