મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સુપ્રીમે રાજદ્રોહ સંબંધી કાયદાને લઈને સુનાવણીથી ઈન્કાર કર્યો

કોઝ ઓફ એકશન નહીં તો કાયદાને પડકાર પણ નહીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ રાજદ્રોહને લઈને ધારા ૧૨૪એ વિરૂધ્ધ અરજી ઉપર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણીથી ઈન્કાર કરી દીધેલ. ચીફ જસ્ટીસ બોબડેએ અરજીકર્તાને પુછેલ કે આનાથી તમે કઈ રીતે પ્રભાવીત છો. તમારા વિરૂધ્ધ કોઈ કેસ નથી. અમે નકકી કર્યુ છે કે જયાં સુધી કોઈ કોઝ ઓફ એકશન નહીં થાય તો તમે કાયદાને પડકારી ન શકો. સુપ્રીમ કોર્ટે પાંચ સમુદાયોના અલ્પસંખ્યક દરજજા વિરૂધ્ધ અલગ- અલગ હાઈકોર્ટમાં વિરૂધ્ધ વિચારાધીન મામલાઓને એક જગ્યાએ સ્થાંનાતરીત કરવાની માંગવાળી અરજી ઉપર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. અરજી મુજબ મુસ્લીમ, ઈસાઈ, શીખ, બૌધ્ધ અને પારસીને અલ્પસંખ્યક ગણાવાયા છે. અરજી અશ્વીની ઉપાધ્યાયે કરી છે.

(3:12 pm IST)