મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

એક દિ'માં ૩ આંતકી હુમલા થયા

૫ સરકારી ઓફિસરોના મોત : ૪ પોલીસના મૃત્યુ

અફઘાનિસ્તાનમાં ગઇકાલે થયેલા ત્રણ જુદા જુદા આતંકી હુમલાઓમાં પાંચ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ અને ચાર પોલીસ જવાનોના મોત નિપજ્યા છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઇ આતંકી સંગઠને સ્વિકારી નથી. અફઘાનિસ્તાનની રાજધાની કબુલમાં એક ગનમેન દ્વારા હુમલો કરાયો હતો જેમાં સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ચાર અફસરો હત્યા કરાઇ હતી.  ગનમેન દ્વારા થયેલા આ હુમલાના કલાકો બાદ અફઘાનિસ્તાનના પ્રમુખના નિવાસસ્થાન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓનું નિશાન ગ્રામીણ વિકાસ વિભાગના એક પ્રાંતના ડાયરેકટર રીયાઝ અહેમદ ખલિલ હતા. જે લોકો માર્યા ગયા તેમાં તેઓનો પણ સમાવેશ થાય છે.

(3:11 pm IST)