મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પુત્રનો જીવ બચાવવા દીપડા સાથે માતાએ બાથ ભીડીઃ ઘડાથી મારીને દીપડાને ભગાડયો

ઉદેપુરઃ જંગલમાં પાણી ભરવા ગયેલ માતા સાથે ૪ વર્ષના પુત્ર ઉપર દીપડાએ હુમલો કરી લોહી લોહાણ કરી નાખતા માતાએ પાણી ભરેલ ઘડાથી દિપડાના માથા ઉપર વાર કરેલ. સાથે જ તેની દેરાણીએ પણ દીપડાને મારવાનું શરૂ કરેલ. પાંચ મીનીટ લાંબી ફાઈટ બાદ દીપડો ત્યાંથી ભાગી ગયેલ.

ઉદેપુરના સરાડા વન ક્ષેત્રના કેવડામાં કટીયાપાના નિવાસી નારીબાઈ અને દેરાણી મનસાબાઈ સાથે પાણી ભરવા ગઈ હતી. નારીબાઈનો પુત્ર રોહીત પણ સાથે હતો. ત્યારે ઝાડીઓમાં છુપાયેલ દીપડાએ અચાનક રોહીત ઉપર હુમલો કરતા માતાએ રણચંડી બની દીપડાને ઘડાથી મારી- મારી ભગાડયો હતો.

(3:10 pm IST)