મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

અયોધ્યા વર્લ્ડ કલાસ સીટી બનશેઃ કેનેડાની કંપનીને પ્લાનીંગ કોન્ટ્રેકટ

રામનગરી અયોધ્યાની કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે, કેનેડાના એલઇએ(LEA) એસોસિએટ્સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે. આ કંપની અયોધ્યાનો પૂર્ણ વિકાસ, નગર આયોજન, પર્યટન, સિટી એરિયા પ્લાનિંગ બનાવશે. તેમાં સી.પી. કુકરેજા અને  L&T ભાગીદારો હશે. કન્સલ્ટન્સી કંપની બનવા માટે ૭ કંપનીઓએ બોલી લગાવી હતી. હકીકતમાં ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વર્લ્ડ કલાસ સિટી બનાવવાની તૈયારી કરી રહી છે. રામ મંદિરની ભવ્યતા માટે ત્રણ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અયોધ્યાના સ્માર્ટ સિટી એરિયા પ્લાનિંગ, રિવર એરિયા ડેવલપમેન્ટ, હેરિટેજ, ટૂરિઝમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્લાનિંગ માટે આ કરાર કરવામાં આવ્યા છે. કેનેડિયન કંપની એલઇએ (LEA) એસોસિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડની પસંદગી અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કરી છે.

(3:09 pm IST)