મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સરહદ પારથી સેંકડો આતંકવાદીઓને ધકેલવાની તૈયારી

આગામી દિવસોમાં એલઓસી પર મોટી તડાફડી થવાની શકયતા

જમ્મુ : ભારતીય સેનાની સાથે સાથે સરહદ નજીકના નાગરિકો માટે આગામી દિવસો ભયંકર સાબિત થઇ શકે છે. કેમ કે સેના પોતે માની રહી છે કે પેલી તરફથી આતંકીવાદીઓનું પુર આવવાનું છે. સેના અનુસાર, આ આતંકવાદીઓને આ તરફ ધકેલવા માટે નાપાક સેના ગોળાઓના વરસાદની તૈયાર કરી રહી છે. એલઓસી પર ગરમીના સંકેત બન્ને તરફ એલઓસી નજીક વીસેક જેટલા ગામોને કોઇ પણ સમયે ખાલી કરવા માટે અપાયેલા સંકતોમાંથી પણ મળી રહ્યા છે.

સેનાધિકારીઓએ આ અંગે ચેતવણી બહાર પાડતા કહ્યું કે એલઓસીની નજીક લોંચ પેડસ પર ૩૦૦ થી ૫૦૦ જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરીની રાહમાં છે. તેમને કહ્યુ કે ઘૂસણખોરી શકયતા અને આતંકવાદીઓના ઇરાદાઓ ઘટ્યા હોય તેવુ લાગતુ નથી. અમને સતત માહિતીઓ મળતી રહે છે કે પેલી તરફ લોંચ પેડસ પાસે ૩૦૦ થી ૫૦૦ આતંકવાદીઓ મોજૂદ છે અને તેમના પર ઘૂસણખોરી કરવાનું ભારે દબાણ છે.

તેમણે આતંકવાદીઓની ગતિવિધીઓ બાબતે એમ પણ કહ્યુ કે તેમના બધા પ્રયત્નો નિષ્ફળ બનાવાઇ રહ્યા છે અને ઘૂસણખોરી કરરવામાં સફળ નથી થઇ રહ્યા. ઘણી વાર તેઓ એલઓસીની પાસે આવીને ફાયરીંય કરે છે અને પાછા ચાલ્યા જાય છે. પણ સેનાને ભય એ છે કે આતંકવાદીઓને આ બાજુ ધકેલવા માટે પાક સેના ૨૬ નવેમ્બરે પુરા થયેલ ૧૭ વર્ષ જૂના સીઝફાયરનો ભંગ કરશે. ડરનું કારણ એ છે કે પાક સેના આતંકવાદીઓને આ તરફ ધકેલવા માટે હંમેશા કવરીંગ ફાયરની રણનીતિ જ અપનાવે છે.

સુત્રો અનુસાર, સેના અને બીએસએફના ભારે દબાણના કારણે હવે સરહદ પારથી આતંકવાદીઓના નાના દળો જે ઘુસણખોરી કરાવવાની કોશિષો થઇ રહી છે કેમ કે મોટા દળોની ઘૂસણખોરીમાં વધારે નુકસાન થવાની શકયતા રહે છે.

(3:07 pm IST)