મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવા નિર્ણય

અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવાયો

મુંબઈ : મુસાફરોની સગવડ માટે અને તેમની માંગણીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901/82902 મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021 થી અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ રોગચાળાને લીધે મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે, 24 નવેમ્બર 2020 ના રોજ આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા સ્થગિત કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 15:50 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 22:05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે 14 ફેબ્રુઆરી 2021 થી ચાલશે. ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરિકર અને એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર કોચ હશે. તેજસ એક્સપ્રેસ બુકિંગ ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે.

(11:42 am IST)