મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

દરેક યુવતી ઇચ્છે છે કે ''વેલેન્ટાઇન ડે'' ના દિવસે તે આકર્ષક દેખાય

વેલેન્ટાઇન ડેનું કાઉન્ટડાઉન : ખુબસુરતીને નિખારવા માટેની આ રહી ટિપ્સ : બધા કરતા અલગ દેખાશે

વેલેન્ટાઇન ડેને હજુ થોડા દિવસ બાકી છે અને ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. પ્રેમીઓ આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યકત કરે છે. આ સ્થિતિમાં લોકો વેલેન્ટાઇન ડેનું પહેલાથી જ પ્લાનિંગ કરી રાખે છે. છોકરીઓ વિશે વાત કરીએ તો, દરેક છોકરી આ દિવસે સુંદર દેખાવા માંગે છે. આ માટે છોકરીઓ ઘણા દિવસો અગાઉથી તૈયારી કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં જો તમે પણ વેલેન્ટાઇન ડે (Valentine's Day 2021) પર તમારા પાર્ટનર સાથે ડેટ પર જઈ રહ્યા છો, તો પછી સુંદર દેખાવા માટે તમે ગુલાબ જળ ફેશિયલનો ઉપયોગ કરી શકો છો. આ ફેશિલ તમે ઘરે પણ તૈયાર કરી શકો છો. તે માટે ન તો તમારો વધારે સમય બરબાદ થશે અને ના તો વધારે પૈસા. આવો જાણીએ કેવી રીતે બનશે ગુલાબ જળ ફેશિયલ

કિલન્ઝિંગ

કિલન્ઝિંગ ફેશિલયનું સૌ પ્રથમ સ્ટેપ છે. તેમાં ફેસ પરની ધૂળ-માટી, પરસેવો અને ઓઇલ દૂર કરવામાં આવે છે. ગુલબા જળથી કિલન્ઝિંગ કરવા માટે એક મોટા ચમચામાં ગુલાબ જળમાં થોડું ગ્લિસરીન મિકસ કરો અને તેને કોટનની મદદથી ફેસ સાફ કરો. તેનથી ફેસ પર જામેલી ધૂળ-માટી સરળતાથી દૂર થઈ જશે.

સ્ક્રબ

સ્ક્રબ ફેશિયલનો બીજો સ્ટેપ છે. સ્ક્રબ કરવાથી ફેસના ડેડ સેલ્સ દૂર થાય છે. સ્ક્રબથી સ્કિનના પોર્સ ખુલે છે અને સ્કિનને પોષણ મળે છે. ગુલાબ જળથી સ્ક્રબ કરવા માટે ખાંડ અને ગુલાબ જળને એક સાથે મિકસ કરો અને તેને ફેસ પર લગાવી હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લેક હેડ્સ પણ સરળતાથી દૂર થશે.

મસાજ

મસાજ ફેશિયલનું ત્રીજૂ સ્ટેપ છે. તેમાં સ્કિન સોફ્ટ બને છે અને ત્વચા પર ગ્લો આવે છે. ગુલાબ જળથી મસાજ કરવા માટે એક બાઉલમાં થોડું મધ અને ગુલબજળ મિકસ કરો. ત્યારબાદ મસાજ કરવા માટે તેને આંખો બંધ કરી ફેસ પર પોતાના હાથની આંગળીઓથી હળવો મસાજ કરો.

ફેસ પેક

ફેશિયલનો છેલ્લો સ્ટેપ ફેસ પેક છે. ગુલાબ જળથી ફેસ પેક બનાવવા માટે ગુલાબ જળ અને ચણાના લોટનો ઉપોયગ કરો. ચણાનો લોટ સ્કિન ટેનિંગ ઓછું કરે છે. સાથે જ તે સ્કિન ઓઇલને કંટ્રોલ કરી પિંપલ્સને ઘટાડે છે. ફેસ પેક પિંપલ્સ, ડાઘા અને નિશાનને ઓછા કરવામાં મદદ કરે છે. તે ત્વચાના ડેડ સેલ્સને પણ દૂર કરે છે.

(11:38 am IST)