મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કોરોના વેકસીન મૂકાવનારને કોઇપણ પ્રકારના વીમાનો લાભ મળશે નહિ

રાજયસભામાં કેન્દ્રિય આરોગ્યઃ (રાજય) પ્રધાન ચૌબેની સાફસાફ જાહેરાત

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વિરોધી વેકસીન મૂકાવનારા લોકો માટે કોઇપણ પ્રકારના વીમાની જોગવાઇ નથી.આરોગ્ય બાબતોના રાજયકક્ષાના પ્રધાન અશ્વિની ચૌબેએ રાજય સભામાં કહ્યું હતું કે લાભાર્થીઓ માટે રસીકરણ સંપૂર્ણ પ્રમાણે સ્વૈચ્છિક છે, ફરજિયાત નથી.તેમણે કહ્યું કે રસી મૂકાવ્યા પછી કોઇપણ પ્રકારની આડ અસર અને આરોગ્યને લગતી મુશ્કેલીઓ સર્જાવા અંગે વીમાનો લાભ નહિ મળેે.

વેકસીન લગાવ્યા પછી કોઇ પણ પ્રકારની એલર્જી કે બીજી આડઅસરની સ્થિતિમાં તાત્કાલીક મદદ અથવા ઉપચાર માટે એનાફિલેકિસસ કિટ ઉપલબ્ધ કરાવવાની સાથે જ બીજા અનેક પગલા પણ લીધા છે.

(11:32 am IST)