મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની હડતાલ

૧૫ અને ૧૬ માર્ચે હડતાલનું એલાનઃ કેન્દ્ર સરકાર દ્વારા બેંકના કર્મચારીઓના વિરોધમાં નિર્ણય લેવાતા નિર્ણય

રાજકોટઃ તા.૧૦, બેંક કર્મચારીઓની નવ સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ જાહેર ક્ષેત્રની બે બેંકોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં માર્ચમાં બે દિવસની હડતાલની હાકલ કરી છે. યુએફબીયુ અનુસાર, બે દિવસીય હડતાલ ૧૫ માર્ચથી શરૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે પોતાના બજેટ ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમના ભાગ રૂપે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.

સરકાર પહેલાથી જ ૨૦૧૯માં આઇડીબીઆઇ બેંકમાં પોતાની બહુમતી ભાગીદારી ભારતીય જીવન વીમા નિગમને વેચીને  ખાનગીકરણ કરી ચૂકી છે. સાથે જ ગત ૪ વર્ષમાં સાર્વજનિક ક્ષેત્રની ૧૪ બેંકોનો વિલય કરાયો છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયઝ એસોસિએશનના મહાસચિવ સી એચ વૈંકટચલમે કહ્યુ કે, UFBUનીબેઠકમાં બેંકોના ખાનગીકરણના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો ફેસલો કર્યો છે.

તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવતી વિવિધ દ્યોષણાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાં આઈડીબીઆઈ બેંક અને બે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, વીમા ક્ષેત્રમાં ૭૪ ટકા સુધીના સીધા રોકાણ (એફડીઆઈ) ની મંજૂરી, જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં વેચાણ અને હિસ્સો શામેલ છે.

 વેંકટચલમ અનુસાર બેઠકમાં કહેવાયુ કે, આ ઉપાય પ્રતિગામી અને કર્મચારીઓના હિતની વિરુધ્ધ છે. જેથી તેનો વિરોધ કરવાની જરૂર છે. AIBOCના મહાસચિવ સૌમ્ય દત્ત્।ાએ કહ્યુ કે, વિચાર-વિમર્શ બાદ સરકારના નિર્ણય વિરુદ્ઘ ૧૫ અને ૧૬ માર્ચે બે દિવસ હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે.

 UFBUના સભ્યોમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઇઝ (NCBE), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઇઝ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI)સામેલ છે. આ ઉપરાંત, ઇન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન (INBEF), ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC), બેંક કાર્યકર્તાઓનું રાષ્ટ્રીય સંગઠન (NOBW) અને બેંક અધિકારીઓની રાષ્ટ્રીય સંસ્થા (NOBO) સામેલ છે.

(11:20 am IST)