મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

મ્યાનમારમાં સત્તા પલટાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા: પોલીસનો હવામાં ગોળીબાર ; અનેકની ધરપકડ

માંડલેમાં દેખાવકારોને વિખેરી નાખવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો

મ્યાનમાંરમાં સત્તા પરિવર્તન વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે કાર્યવાહી છે, પ્રદર્શનો ગેરકાયદેસર જાહેર કરાયા હોવા છતા પણ લોકો મંગળવારે માર્ગો પર ઉતરી આવ્યા હતાં, મ્યાનમારનાં બીજા સૌથી મોટા શહેર માંડલેમાં દેખાવકારોને વિખેરી નાખવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, ટોળને ખદેડવા માટે પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો, પોલીસે મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ પણ કરી છે.

દેખાવકારો ચુંટાયેલી સરકારને સત્તા પાછી સોંપવામાં આવે, અને આંગ સાન સુ કી અને સત્તાધારી પાર્ટીનાં અન્ય નેતાઓને મુક્ત કરવામાં આવે, યંગૂન અને માંડલેનાં કેટલાક વિસ્તારોમાં રેલીઓ અને પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તે સાથે જ રાતનાં 8 વાગ્યાથી સવારનાં 4 વાગ્યા સુધી કર્ફ્યું પણ લગાવી દેવામાં આવ્યો છે, મંગળવારે બાગો શહેરમાં પણ પ્રદર્શન દરમિયાન હિંસા ન થાય તે માટે શહેરનાં પોલીસ અને વૃધ્ધો સાથે ચર્ચા કરી. છે

(11:08 am IST)