મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીવાર વધારો ઝીકાયો : મુંબઈમાં પેટ્રોલની કિંમત 94 રૂપિયા પ્રતિ લીટર પહોંચી

નવી દિલ્લીઃ કોરોના અને ઠંડીના માર સહી રહેલ દેશવાસીઓ અત્યારે મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે મજબૂર છે. તેલના ભાવમાં સતત થઈ રહેલ વધારાએ સામાન્ય જનતાને હેરાન કરી દીધી છે. બુધવારે સવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવોમાં આગ લાગી છે. આજે મુંબઈમાં પેટ્રોલની કિંમત 94 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જેણે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આની પહેલા ગયા સપ્તાહે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલ 101.54 રૂપિયા પ્રતિ લિટર વેચાયુ હતુ. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે કાલે તેની કિંમત 61 ડૉલર પ્રતિ બેરલ હતી જેનો પ્રભાવ ઈંધણની કિંમતો પર પડી રહ્યો છે

તેલ વિવરણ કંપનીએ મંગળવારે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 35 પૈસા, કોલકાતામાં 33 પૈસા, મુંબઇમાં 34 પૈસા અને ચેન્નાઈમાં 31 પૈસા પ્રતિ લીટર વધ્યા છે. ત્યાં જ ડીઝલના ભાવમાં દિલ્હી અને કોલકાતામાં 35 પૈસા, મુંબઈમાં 37 પૈસા અને ચેન્નાઇમાં 33 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઈટ મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ વધી 87.30 રૂપિયા, 93.83 રૂપિયા અને 89.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. આ જ રીતે ડીઝલની કિંમતમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇમાં વધી ક્રમસઃ 77.48 રૂપિયા, 81.06 રૂપિયા, 54.36 રૂપિયા અને 82.66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઈ છે.

(11:07 am IST)