મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સજાતીય સબંધ રાખવા બદલ કોઈને નોકરીમાંથી દૂર કરી શકાય નહીં : સજાતીય સબંધ રાખવો કે વિજાતીય તે વ્યક્તિગત બાબત છે : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ : હોમગાર્ડમાં નોકરી કરનાર જવાન સજાતીય સબંધ રાખતો હોવાનો વિડિઓ વાઇરલ થતા ઉપરી અધિકારીએ તેને નોકરીમાંથી દૂર કરી દીધો હતો.આથી તેણે  હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ કહ્યું હતું કે સબંધ સજાતીય રાખવો કે વિજાતીય વ્યક્તિ સાથે રાખવો તે બાબત વ્યક્તિગત છે.તે કારણથી સજાતીય સબંધ ધરાવતી વ્યક્તિને નોકરીમાંથી દૂર કરી શકાય નહીં.

નામદાર જજે  આ તકે  સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો. જેમાં સજાતીય સબંધ ધરાવનાર વ્યક્તિના અધિકારનું રક્ષણ કરાયું હતું. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:05 am IST)