મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ઈલોન મસ્ક ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ લૉન્ચ કરે તેવી શક્યતા: ઈન્ટરનેટ માર્કેટમાં મોટી હલચલ થઈ શકે

ઈલોન મસ્કની કંપની સ્ટારલિન્ક આગામી દિવસોમાં ભારતમાં ઈન્ટરનેટ પુરું પાડે એવી શક્યતા

ઈલોન મસ્કની કંપની સ્ટારલિન્ક આગામી દિવસોમાં ભારતમાં ઈન્ટરનેટ પુરું પાડે એવી શક્યતા છે.તેના કારણે ભારતીય ઈન્ટરનેટ માર્કેટમાં મોટી હલચલ થઈ શકે છે. અત્યારે જિયો સહિતની કંપનીઓ સસ્તું ઈન્ટરનેટ આપી ગ્રાહકો વધારવામાં મડી છે.

એમ કરવા છતા જિઓ સહિતની કંપનીઓ યોગ્ય સર્વિસ આપી શકતી નથી. પણ આગામી દિવસોમાં ભારતીય ગ્રાહકોને સેટેલાઈટ ઈન્ટરનેટનો વિકલ્પ સરળતાથી મળતો થાય એવી પુરી શક્યતા છે

(11:05 am IST)