મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

પાંચ વર્ષમાં ૬.૬૭ લાખ નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે

લોકસભામાં સતાવાર વિગતો જાહેર કરતા રાજ્ય ગૃહમંત્રી નિત્યાનંદ રાય

નવી દિલ્હી,તા. ૧૦: ૨૦૧૫ થી ૨૦૧૯ વચ્ચેના ૫ વર્ષમાં ૬.૬૭ લાખ ભારતીય નાગરિકોએ ભારતનું નાગરિકત્વ છોડી અને અન્ય દેશોનું નાગરિકત્વ સ્વિકાર્યાનું લોકસભામાં જાહેર થયું છે.

કેન્દ્રિય રાજ્ય ગૃહમંત્રી નિત્યાનંદ રાયએ એમ પણ કહ્યું હતુ કે ૧,૨૪,૯૯,૩૯૫ (લગભગ સવા કરોડ) ભારતીય નાગરિક વિદેશોમાં વસી રહ્યા છે.

નિત્યાનંદજીએ જણાવેલ કે, ૨૦૧૫માં ૧,૪૧,૬૫૬, ૨૦૧૬માં ૧,૪૪,૯૪૨, ૨૦૧૭માં ૧,૨૭,૯૦૫, ૨૦૧૮માં ૧,૨૫,૧૩૦, અને ૨૦૧૯માં ૧,૩૬,૪૪૧ ભારતીય નાગરિકો ભારતનું નાગરિક પદ છોડી ચૂકયા છે. અને ફોરેન કન્ટ્રીના નાગરિક બની ચૂકયા અમારી પાસે છેલ્લા ગૃહ ખાતાના અહેવાલો છે. આ આંકડાઓ કેન્દ્રમાં એન.ડી.એ. સરકાર આવ્યા પછીના એટલે કે ૨૦૧૪ પછીના ગૃહમં્ત્રીએ તે પૂર્વના આંકડા આપ્યા ન હતા.

(10:19 am IST)