મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

૨૦ મોબાઇલ અને સોશ્યલ મીડિયાની તપાસ પછી દીપ સિધ્ધુ ઝડપાયો

નવી દિલ્હી,તા. ૧૦: હિંસાની ઘટનાની તપાસ અંગે પોલીસે દીપ સિધ્ધુ સહિત કેટલાય લોકો વિરૂધ્ધ ભડકાઉ ભાષણ આપવા, લોકોને ઉશ્કેરવા અને તોડફોડના આરોપમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. એટલુ જ નહીં પોલીસે લગભગ ૪૪ એફઆઇઆર નોંધીને સિધ્ધુ સહિત ૬૫ લોકો સામે લુકઆઉટ નોટીસ પણ જાહેર કરી હતી. આ દરમ્યાન સિધ્ધુએ પોલીસથી બચવા માટે મોબાઇલ તો બંધ કરી દીધો હતો પણ તેના ફેસબુક એકાઉન્ટ પર વીડીયો અપલોડ તો બંધ કરી દીધો હતો પણ તેના ફેસબુક એકાઉન્ટ પર વીડીયો અપલોડ થઇ રહ્યા હતા અને તે પણ કોઇ અન્ય દ્વારા બસ આ નાનકડી ભૂલે ૧૩ દિવસ પછી સિધ્ધુને સળીયા પાછળ પહોંચાડી દીધો.

તેના ફેસબુક એકાઉન્ટની તપાસમાં એ ખુલાસો થયો કે તે કેલિફોનિયાથી અપડેટ થઇ રહ્યુ છે. તો પોલીસની ટેકનીકલ ટીમ એલર્ટ થઇ ગઇ. તપાસ આગળ વધી તો એ પણ ખબર પડી કે તેણે મોબાઇલથી લુધીયાણાથી આસપાસ ફેસબુકને લુધીયાણાની આસપાસ ફેસબુકને લોગ આઉટ કર્યું હતુ ત્યાર પછીથી તેનો ફોન પણ બંધ છે ટેકનીકલ તપાસના આધારે તેના મોબાઇલનું આખરી લોકેશન લુધિયાણા હતુ. દીપ સિધ્ધુએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ત્યાં જ લોગ આઉટ કર્યું હતું. ત્યારથી દિલ્હી પોલીસે કેલીફોર્નિયાના લોકેશનવાળા તે મોબાઇલ ફોનના સંપર્કમાં રહેનાર લોકોની ભાળ મેળવી.

તેમના કોલ ડીટેલ રેકોર્ડ કઢાવ્યા તો દીપ સિધ્ધુના કેટલાક નજીકના લોકોના મોબાઇલ નંબર મળ્યા, જેની ટેકનીકલ તપાસ શરૂ કરાઇ અને ખબર પડી કે અત્યારે સિધ્ધુ તેમાંથી કેટલાક નંબરો દ્વારા પોતાની પત્ની અને મહિલા મિત્રના સંપર્કમાં રહે છે. તેની મહિલા મિત્રતો કેલિફોર્નિયામાં હોવાની ખબર પડી જ ગઇ હતી એટલે પોલીસે તેની પત્નીના લોકેશનની માહિતી એકઠી કરી. ત્યાર પછી પોલીસ ટીમે તેની પત્નીના પુર્ણિયાના ઠેકાણા અને ત્યાં આવનાર ફોન અને મેસેજવાળા નંબરોની તપાસ શરૂ કરી દીધી. એ દરમ્યાન પોલીસને ખબર પડી કે દીપ અત્યારે કરનાલમાં છે અને તે પુર્ણિયા જવાની વેતરણમાં છે. પછી પોલીસે તેને કરનાલમાંથી ઝડપી લીધો.

(10:19 am IST)