મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

સેન્સેક્સ ૧૯ અને નિફ્ટીમાં છ પોઈન્ટનો સામાન્ય ઘટાડો

બજેટ બાદ શેરબજારમાં સતત તેજીને બ્રેક : તેજી સાથે ખુલેલું બજાર સાંજે તૂટ્યું, એચસીએલ ટેકમાં સૌથી વધુ બે ટકાનો ઉછાળો, રિલાયન્સમાં પણ ઉછાળો

મુંબઈ, તા. : બજેટ બાદ શેરબજારમાં જોવા મળેલો તેજીનો સિલસિલો અંતે અટકી ગયો છે. આજે સવારે શેરબજાર ખૂબ તેજી સાથે ખુલ્યું હતું, પરંતુ સાંજ સુધીમાં તેણે તેની તેજી ગુમાવી નહતી પણ તે ઘટવા લાગ્યો. આજે સેન્સેક્સ ૧૯ પોઈન્ટ ઘટીને ૫૧,૩૨૯ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો, જે સવારે ૧૩૬ પોઇન્ટના ઉછાળા સાથે ૫૧,૪૮૪ પોઇન્ટ પર ખુલ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સે ૫૧,૮૩૫.૮૬ પોઇન્ટની ઊંચી સપાટીને અને ૫૧,૧૯૩..૯૩ પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો.

બીજી બાજુ, નિફ્ટી પણ પોઇન્ટના સામાન્ય ઘટાડા સાથે ૧૫,૧૦૯ પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જે સવારે ૪૯ પોઇન્ટના વધારા સાથે ૧૫,૧૬૪ પોઇન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી સંપૂર્ણ દિવસના કારોબારમાં ૧૫,૨૫૭.૧૦ પોઇન્ટની ઊંચી સપાટી અને ૧૫,૦૬૪.૩૦ પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો.

સકારાત્મક વૈશ્વિક સંકેતો અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે, મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સ મંગળવારે પ્રારંભિક કારોબારમાં ૨૦૦ પોઇન્ટથી વધુ વધ્યો હતો અને તેને ઇન્ફોસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચસીએલ ટેક જેવા મોટા શેરોએ ટેકો આપ્યો હતો. શરૂઆતના કારોબારમાં બીએસઈ સેન્સેક્સ ૨૩૩.૩૦ પોઈન્ટ એટલે કે .૪૫ ટકાના ઘટાડા સાથે ૫૧,૫૮૨.૦૭ ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. રીતે, વિસ્તૃત એનએસઈ નિફ્ટી ૭૦.૧૦ પોઇન્ટ અથવા .૪૬ ટકા વધીને ૧૫,૧૮૫.૯૦ના ઓલટાઇમ હાઈ પર પહોંચ્યા. સેન્સેક્સમાં એચસીએલ ટેકમાં સૌથી વધુ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત ઈન્ફોસીસ, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રાના શેરમાં વધારો જોવાયો હતો. બીજી તરફ, એસબીઆઈબજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેક્ન અને ઈન્ડસઇન્ડ બેક્ન રેડ માર્ક પર કારોબાર કરી રહ્યા હતા. સેન્સેક્સ અગાઉના સત્રમાં ૬૧૭.૧૪ પોઇન્ટ અથવા .૨૨ ટકા વધીને ૫૧,૩૪૮.૭૭ પર અને નિફ્ટી ૧૯૧.૫૫ પોઈન્ટ અથવા .૨૮ ટકા વધીને ૧૫,૧૧૫.૮૦ પર બંધ થયા હતા. શેરબજારના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) સોમવારે એકંદર ધોરણે રૂ. ,૮૭૬.૬૦ કરોડના શેર ખરીદ્યાહતા. દરમિયાન, વૈશ્વિકઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૫૧ ટકાના વધારા સાથે ૬૧.૦૧ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.

(12:00 am IST)