મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

ભાજપ ખેડૂતોને લૂટી લેશે અને તેમની જમીન પણ હડપી લેશે. ખેડૂતોનું કઇ નહી છોડે: મમતા બેનર્જી

ભાજપે દેશને એક સ્મશાનગૃહમાં બદલી દીધો છે પરંતુ અમે તેવુ બંગાળમાં થવા નહી દઇએ

વર્ધમાન: પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખની જાહેરાત ના થઇ હોય પણ રાજકીય પાર્ટીઓએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપ મમતાના કિલ્લાને તોડવાનો સતત પ્રયાસ કરવા માટે રેલી કરી રહી છે.

 વડાપ્રધાન મોદીથી લઇને શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળ પ્રવાસે આવી ચુક્યા છે. મમતાના ગઢમાં આવીને ભાજપના તમામ મોટા ચહેરા પ્રચાર કરી ચુક્યા છે. એવામાં મમતા બેનરજી પણ પોતાની ખુરશી બચાવવા વિપક્ષી પાર્ટીઓને જવાબ આપી રહી છે.

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, તેમણે નિશાન સાધતા કહ્યુ, તે (ભાજપ) ખેડૂતોને લૂટી લેશે અને તેમની જમીન પણ હડપી લેશે. ખેડૂતોનું કઇ નહી છોડે. મમતા બેનરજીએ પ્રહાર કરતા કહ્યુ, ખેડૂત પોતાનો પાક વાવશે અને કાપશે, તે બાદ તેમની પાસેથી બધુ છીનવી લેવામાં આવશે

 

મમતા બેનરજીએ કહ્યુ કે ભાજપ ખોટા દાવા કરી રહી છે કે પશ્ચિમ બંગાળ સરકાર ખેડૂતોને પૈસા નથી આપી રહી. તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરેક ખેડૂતને પાંચ હજાર રૂપિયા આપી રહી છે અને મફત પાક વીમાની પણ વ્યવસ્થા છે.

જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યુ કે દિલ્હીની બહાર આંદોલન કરી રહેલા ખેડૂતોએ અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ પર હિન્દુત્વ વિશે જૂઠ ફેલાવવાનો આરોપ લગાવતા મમતાએ કહ્યુ કે તેમની પાર્ટી ધર્મના આધાર પર વિભાજન નથી કરતી. M

મમતાએ કહ્યુ, ભાજપે દેશને એક સ્મશાનગૃહમાં બદલી દીધો છે પરંતુ અમે તેવુ બંગાળમાં થવા નહી દઇએ. મમતા બેનરજીએ એમ પણ કહ્યુ કે વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વખત જીત મેળવશે

(12:35 am IST)