મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

છેલ્લા 4 વર્ષમાં 6.76 લાખ લોકોએ દેશની નાગરિક્તા છોડીને અન્ય દેશોની નાગરિક્તા લીધી : ગૃહ મંત્રાલય

છેલ્લા 15 વર્ષમાં 37 લાખ ભારતીયોને OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) નું કાર્ડ અપાયું

નવી દિલ્હી : છેલ્લા 4 વર્ષમાં 6.76 લાખ લોકોએ ભારતની નાગરિક્તા છોડી દીધી છે, ગૃહ મંત્રાલય દ્વારા આજે મંગળવારે લોકસભામાં આ માહિતી આપવામાં આવી છે, ગત 2015 થી 2019 વચ્ચે 6,76,074 લોકોએ ભારતીય નાગરિક્તા છોડી દીધી અને અન્ય દેશોની નાગરિક્તા પ્રાપ્ત કરી છે.

લોકસભામાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં આવી કે 2005 થી 2020 નાં વચ્ચે 37 લાખ ભારતીયોને OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) નું કાર્ડ આપવામાં આવ્યું છે, ગૃહ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે વિદેશમાં 1.25 કરોડ ભારતીય નાગરિકો રહી રહ્યા છે, જેમાં 37 લાખ લોકો OCI કાર્ડધારક છે.

ગૃહ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 2015 માં 1,41,656 ભારતીયોએ પોતાની નાગરિક્તા છોડીને અન્ય દેશોની નાગરિક્તા મેળવી લીધી, જ્યારે 2016 માં કુલ 1,44,942, 2017 માં કુલ 1,27,905, 2018માં 1,25,130 અને 2019 માં કુલ 1,36,441 લોકોએ ભારતીય નાગરિક્તા ત્યજી દીધી છે.

આ જ પ્રકારે 2015 થી 2019ની વચ્ચે 6,76,074 લોકોએ ભારતની નાગરિક્તા ત્યજી દીધી છે. હાલ વિદેશમાં 1,24,99,395 ભારતીય નાગરિકો વિદેશમાં રહી રહ્યા છે, જેમાંથી 37 લાખ લોકોની પાસે OCI કાર્ડ છે

(12:00 am IST)