મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

ત્રાસવાદીમાં ભય : તોઇબાના લીડર બનવા કોઇ તૈયાર નથી

ત્રાસવાદીઓ પાસે માસ્ટર પ્લાનની માહિતી પહોંચી : સેના અને સુરક્ષા જવાનો શોધી શોધીને ત્રાસવાદી લીડરને મોતને ઘાટ ઉતારી રહ્યા છે જેથી ત્રાસવાદીઓમાં દહેશત

શ્રીનગર, તા.૧૦ : પાકિસ્તાની ત્રાસવાદી અબુ ઇસ્માઇલ અને અન્ય ખતરનાક લીડરોને  મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. આ ત્રાસવાદીઓમાં હવે એટલી હદ સુધી દહેશત છે કે, હવે કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના ચીફ બનવાની પણ કોઇ ત્રાસવાદીમાં હિંમત દેખાઈ રહી નથી. તોઇબાના ચીફ બનવા માટે કોઇ ત્રાસવાદી તૈયાર નથી. જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક એસપી વૈદ્ય દ્વારા આ અંગેની માહિતી હાલમાં આપવામાં આવી હતી.  કાશ્મીર ખીણમાં નવા લશ્કરી ચીફની ભરતીને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વૈદ્યએ કહ્યું હતું કે, લશ્કરમાં કમાન્ડરના પોસ્ટને લઇને જગ્યા ખાલી થયેલી છે પરંતુ કોઇપણ ત્રાસવાદી ચીફ બનવા માટે તૈયાર નથી.  ઇસ્માઇલ અને અન્ય લીડરો ફુકાઇ ગયા  બાદ કાશ્મીરમાં લશ્કરે તોઇબાના લીડર બનવાની કોઇની તૈયારી નથી. આતંકવાદીઓને હિંસા છોડીને મુખ્ય ધારામાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસે હાલમાં ૬૦ યુવાનોને આતંકવાદને રસ્તે જવાથી બચાવી લીધા છે. સાથે સાથે યોગ્ય સલાહ પણ આપવામાં આવી રહી છે. જે યુવાનોના સંદર્ભમાં માહિતી મળી રહી છે તેમને પણ કહેવામાં આવી રહ્યું છે. બાળકો ખોટા રસ્તા ઉપર ન જાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે. સુરક્ષા જવાનો યુવાનોને ત્રાસવાદ અને ડ્રગ્સથી દૂર રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ભીષણ અથડામણમાં અમરનાથ યાત્રીઓપર હુમલાના માસ્ટરમાઇન્ડ રહી ચુકેલા અબુ ઇસ્માઇલ ઠાર થયો હતો. સુરક્ષા દળોએ નૌગામના અરિગામ વિસ્તારમાં તેને ઠાર કરી દીધો હતો. તે લશ્કરે તોઇબાના કમાન્ડર તરીકે હતો. આ ત્રાસવાદીએ અમરનાથ યાત્રીઓ ઉપર હુમલા કરવાની યોજના ઘડી કાઢી હતી. બીજી બાજુ ત્રાસવાદીઓનો ખાત્મો કરવા માસ્ટર પ્લાન અંગેની માહિતી પણ ત્રાસવાદીઓ પાસે પહોંચી રહી છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાયેલી છે. એક અધિકારીએ કહ્યું છે કે, એજન્સીઓનું ધ્યાન આ બાબત તરફ પણ છે કે, આતંકવાદી સંગઠન જે પણ ત્રાસવાદીને હુમલાની જવાબદારી સોંપે તેને પોતાના નાપાક ઇરાદામાં સફળ થવાથી રોકવા માટે પહેલાથી જ તેને ઠાર કર ીદેવામાં આવે. આવી સ્થિતિમાં સુરક્ષાદળો અને કેન્દ્રીય સંસ્થાઓ ત્રાસવાદી કમાન્ડરોને શોધી શોધીને તેમને મોતને ઘાટ ઉતારી રહી છે. આના લીધે ત્રાસવાદી સંગઠનોમાં હતાશાનું વાતાવરણ છે. જમ્મુ કાશ્મીર પોલીસને સ્થાનિક લોકો પાસેથી પુરતી માહિતી મળી રહી છે.

દહેશતની સાથે સાથે

         શ્રીનગર, તા. ૧૦ : પાકિસ્તાની ત્રાસવાદી અબુ ઇસ્માઇલ અને અન્ય ખતરનાક લીડરોને  મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. આ ત્રાસવાદીઓમાં હવે એટલી હદ સુધી દહેશત છે કે, હવે કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના ચીફ બનવાની પણ કોઇ ત્રાસવાદીમાં હિંમત દેખાઈ રહી નથી.

*   ત્રાસવાદીઓમાં હાલમાં ભારે દહેશત ફેલાયેલી છે

*   અબુ ઇસ્માઇલના ખાત્મા બાદ ત્રાસવાદીઓમાં લીડર બનવાને લઇને ભયનો માહોલ

*   લશ્કરે તોઇબાના લીડર બનવા માટે કોઇ ત્રાસવાદી તૈયાર થઇ રહ્યો નથી

*   અબુ ઇસ્માઇલના ખાત્મા બાદ હવે ત્રાસવાદી સંગઠનમાં ચીફ અથવા તો કમાન્ડરની જગ્યા ખાલી પડેલી છે

*   અમરનાથ યાત્રી ઉપર હુમલાના માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલ અને અન્યો ઠાર થયા છે

*   અબુ ઇસ્માઇલ પહેલા અનેક ટોપના ત્રાસવાદીઓ ઠાર થઇ ચુક્યા

*   સુરક્ષા દળોના માસ્ટર પ્લાન અંગેની માહિતી પણ સપાટી પર આવી છે

*   ત્રાસવાદીઓ હવે વધુ ખતરો લેવા માટે તૈયાર નથી

*   જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે

(7:10 pm IST)