મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

'સ્વદેશી' કંપનીઓમાં જોડાઇ રહ્યા છે મલ્ટીનેશનલ કંપનીઓના CEO

ભારત પાછા ફરવાના અથવા ભારતીય કંપનીઓમાં કામ કરવાના અનેક કારણો

મુંબઈ તા. ૧૦ : પાછલા મહિને સંગીતા પેંડુરકરે પેન્ટાલૂન્સ ઈન્ડિયામાં ચીફ એકિઝકયૂટિવ્સનું પદ સંભાળ્યું. તેમણે કહ્યું કે, મને મારા કરિયરમાં નવા અને મોટા પડકારોનો સામનો કરવાની જરૂર લાગી. પેંડુરકર પહેલા કેલોગ્સ ઈન્ડિયાના MD હતા.

કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની બીજી ઈનિંગ માટે સ્વદેશી કંપનીઓને મહત્વ આપનારા હાઈ પ્રોફાઈલ એકિઝકયુટિવ્સના લિસ્ટમાં પેંડુરકર નવું નામ છે. આ પહેલા ડી શિવકુમાર, બનમલી આગરાવાલા અને પુનીત ચટવાલે મલ્ટીનેશનલ કંપનીઓનું મોટું પેકેજ છોડીને સ્વદેશી કંપનીઓ જોઈન કરી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, ત્રિમાસિક ગાળાના પરિણામ અને નાના ફંકશનલ રોલ્સ ટોપ એકિઝકયુટિવ્સનું MNC છોડવાનું મુખ્ય કારણ છે.

ભારત પાછા ફરવાના અથવા ભારતીય કંપનીઓમાં કામ કરવાના અનેક કારણો છે. રિટાયરમેન્ટની લાંબી ઉંમર(૬૨થી ૬૫), વધારે સેલરી, કવોલિટી લાઈફ અને પેરેન્ટ્સની સેવા કરવાની તક, આ અમુક મુખ્ય કારણ છે. શિવકુમાર પેપ્સિકો છોડીને આદિત્ય બિરલા ગ્રુપના હેડ બન્યા. ચટવાલે તાજ ચેન ચલાવતા ઈન્ડિયન હોટલ્સ જોઈન કર્યું. આગરાવાલા ટાટા સન્સના ડિફેન્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડિપાર્ટમેન્ટમાં જોડાયા.

ભારતમાં MG મોટર્સનું MD પદ સંભાળનારા રાજીવ ચાબા જણાવે છે કે, હું ભારતમાં જ વસવા અને રિટાયર થવા માંગુ છુ. રાજીવ પાસે અમેરિકામાં રહેવાની અને મોટી લોજિસ્ટિકસ કંપનીમાં કામ કરવાની તક હતી, પરંતુ તેમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું.

મોન્ડેલ્જના ડિરેકટર ભારત પુરી પણ સ્વદેશી કંપની પીડીલાઈટ સાથે જોડાઈ ગયા છે. પુરીએ જણાવે છે કે, મારું મન પહેલાથી ભારતમાં જ હતું અને અમે આશ્વસ્ત હતા કે અમે ભારત પાછા આવીશું. કોઈ ભારતીય કંપની ચલાવવાની તક અને તેને વર્લ્ડ કલાસ કંપની બનાવાવનો મોકો મારા નિર્ણયનું મુખ્ય ફેકટર હતું.(૨૧.૩૦)

(3:45 pm IST)