મુખ્ય સમાચાર
News of Saturday, 10th February 2018

રેલ્વે ૧૩પ૦૦ કર્મચારીઓને ઘરે બેસાડશે

મંજુરી વગર રજા ઉપર ચાલ્યા ગયેલા કર્મચારીઓ સામે ધોકો પછાડવામાં આવ્યો

નવી દિલ્હી તા.૧૦ : ગેરકાયદેસર રીતે એટલે કે કહ્યા વગર રજા ઉપર ઉતરી ગયેલા ૧૩પ૦૦ કર્મચારીઓને છુટા કરી દેવા રેલ્વેએ નિર્ણય લીધો છે. રેલ્વેએ એ બધા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

રેલ્વેએ કામ કરતા કર્મચારીઓની કામગીરીની કદર કરવા અને ઇમાનદાર તથા મહેનતુ કર્મચારીઓનુ મનોબળ વધારવા માટે એક અભિયાન શરૂ કર્યુ છે. આ કાર્યવાહી આ અભિયાનનો હિસ્સો છે.

તાજેતરમાં રેલ્વે મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યુ હતુ કે, રેલ્વેના તમામ વિભાગોમાં કહ્યા વગર રજા ઉપર ઉતરેલા કર્મચારીઓની વિગતો આપે. તે પછી જાણવા મળ્યુ કે, ૧૩ લાખ કર્મચારીઓમાંથી ૧૩પ૦૦ કર્મચારીઓ પરવાનગી વગર ગાયબ છે. હવે તેઓને છુટા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(12:56 pm IST)