મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર આરબ દેશોના પ્રવાસ અંતર્ગત જોર્ડન પહોંચ્યા : પીએમ મોદી અને જોર્ડનના કિંગ વચ્ચે બંને દેશોના સંબંધોને મજબૂત બનવવા ચર્ચા :મિટિંગ બાદ બન્ને મહાનુભાવો ભેટી પડ્યા

જોર્ડનની રાજધાની અમ્માનમાં મોદીનું ઉમળકાભેર સ્વાગત :પીએમને આવકારવા મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા ; મોદી સુરક્ષા ઘેરો તોડીને ભારતીયોને મળ્યા

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર આરબ દેશોના પ્રવાસ અંતર્ગત આજે પ્રથમ તબક્કામાં જોર્ડન પહોંચ્યા હતા જોર્ડનની રાજધાની અમ્માન પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું

  વડાપ્રધાન મોદી અમ્માન પહોંચ્યા બાદ જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ સેકન્ડ અલ બિન હુસૈન સાથે મુલાકાત કરી હતી પીએમ મોદીએ કિંગને યાત્રા સુગમ બનાવવા માટે આભાર માન્યો હતો .
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જોર્ડનના કિંગની મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ભારત અને જોર્ડનના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. મીટીંગ પૂરી થયા બાદ બન્ને મહાનુભાવો એકબીજાને ભેંટી પડ્યા હતા.

   જોર્ડનમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ  મોદીને મીઠો આવકાર મળ્યો હતો અહીંની હોટેલમાં પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં ભારતીય ઉમટી પડયા હતા ભારતીયોને નિહાળી વડાપ્રધાન મોદી સુરક્ષા ઘેરો તોડીને ભારતીયોને મળ્યા હતા અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.

(12:03 am IST)