મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

જજ લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણી :વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિને સોંપ્યું આવેદન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી નેતાઓએ કરી રાષ્ટ્રપતિની મુલાકાત

નવી દિલ્હી :જજ લોયાના મોત મામલે વિપક્ષી નેતાઓએ નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું છે સીબીઆઇ જજ બૃજગોપાલ હરકિશન લોયાના મોતના મામલે નિષ્પક્ષ તપાસની માગણીને લઇને વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

    વિપક્ષી નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં આ સંબંધે રાષ્ટ્રપતિને આવેદન સોંપ્યું હતું જેમાં વિપક્ષની માંગણી હતી કે આ કેસની તપાસ વર્તમાન સુપ્રીમ કોર્ટના જજની આગેવાનીમાં એસઆઇટી પાસે કરાવવામાં આવે.

  વિપક્ષના આ પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા સહિત સીપીએમ, ટીએમસી, સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે . સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ખંડપીઠ કરી રહી છે.

(10:52 pm IST)