મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ RDC બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું : તેમના અનુગામી તરીકે તેમના ધારાસભ્ય પુત્ર જયેશભાઈનું નામ મોખરે

રાજકોટ : સહકારી ક્ષેત્રના અગ્રણી અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પદ પરથી રાજીનામું  આપ્યુ છે. RDC બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે દ્રારા વિઠ્ઠલ રાદડીયાનું રાજીનામુ સ્વીકાર કરી અને રાજીનામુ મંજૂર કરતો પત્ર રજીસ્ટારને મોકલી આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી પોરબંદર સાંસદ વિઠ્ઠલ રાદડીયાની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે સાંસદની સાથે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનની જવાબદારી નિભાવી રહેલા વિઠ્ઠલ રાદડીયાએ હવે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધુ છે.

RDC બેંકમાં નવી ચૂંટણી યોજવાની તૈયારી છે. ત્યારે નવા ચેરમેન તરીકે જયેશ રાદડીયાનું નામ મોખરે છે. આગામી 15મી ફેબ્રુઆરીના રોજ બેંકના નવા પ્રમુખ તરીકે વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશભાઈ રાદડીયાની તાજપોશી કરવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે.

(9:25 pm IST)