મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

સેક્સ ચેટ માટે જાસૂસી કરાઈ હોવાનો ઘટસ્ફોટ

હનીટ્રૈપમાં એરફોર્સના અધિકારી ફસાયા

નવીદિલ્હી,તા.૯ : દિલ્હી પોલીસે જાસૂસીના આરોપસર હવાઈદળના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન અરુણ મારવાને ગુરુવારના દિવસે પકડી લીધા બાદ આ સંદર્ભમાં નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. મારવા પર પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈને ગુપ્ત માહિતી આપવા અને દસ્તાવેજો લીક કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.

તપાસ અધિકારીઓને શંકા છે કે, અરુણ મારવાએ સેક્સ ચેટમાં ફસાઈને જાસુસી કરી હતી. સ્પેશિયલ સેલના અધિકારી પ્રમોદ કુશવાહે કહ્યું છે કે, ૫૧ વર્ષીય મારવા પર પોતાના સ્માર્ટફોન મારફતે મહત્વપૂર્ણ અને ગુપ્ત દસ્તાવેજોના ફોટા પાડવાનો આરોપ છે. મારવાએ એરફોર્સ હેડક્વાર્ટરમાં રહેલા મહત્વના દસ્તાવેજો અને ઇમારતોના ફોટા પાડીને વોટ્સએપ મારફતે પાકિસ્તાન મોકલ્યા હતા. ૩૧મી જાન્યુઆરીના દિવસે શંકાસ્પદ ગતિવિધિઓ માટે ગ્રુપ કેપ્ટનને કસ્ટડીમાં લઇ લેવાયા હતા. મારવા છેલ્લા ડિસેમ્બર મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ મારફતે આઈએસઆઈ જાસુસના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલાક વાંધાજનક સેક્સ ચેટ બાદ મહિલાને ગુપ્ત દસ્તાવેજો આપવા માટે તૈયાર થયા હતા.

(7:40 pm IST)