મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

શહેરી ગરીબો માટે લાખો મકાનના નિર્માણને મંજુરી

૧.૮૬ લાખ સસ્તા મકાનોના નિર્માણને મંજુરી : સીએસએમસીની બેઠકમાં લીલીઝંડી અપાઈ : ૧૧૧૬૯ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે : ૨૭૯૭ કરોડ કેન્દ્ર આપશે

નવીદિલ્હી,તા.૯ : આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ શહેરી ગરીબોના હિતમાં ૧૮૬૭૭૭ વધુ સસ્તા મકાનના નિર્માણને મંજુરી આપી દીધી છે. આ લીલીઝંડી મળી ગયા બાદ ગરીબ લોકોને વધારે આવાસ સરળતાથી ઉપલબ્ધ બને તેવી શક્યતા દેખાઇ રહી છે. આ રકમને મંજુરી કેન્દ્રિય મંજુરી અને નજર રાખનાર સમિતી દ્વારા આપવામાં આવી છે. સમિતીની ૩૦મી બેઠકમાં આને મંજુરી મળી ગઇ હતી. આ મકાનોના નિર્માણ પર કુલ ૧૧૧૬૯ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવશે જેમાં ૨૭૯૭ કરોડ રૂપિયાની સહાયતા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. નવેસરના નિર્ણય મુજબ હરિયાણામાં ૫૩૨૯૦ મકાનો માટે ૭૯૯ કરોડ, તમિલનાડુમાં ૪૦૬૨૩ મકાન માટે ૬૦૯ કરોડ, કર્ણાટકમાં ૩૨૬૫૬ સસ્તા મકાનો માટે ૪૯૦ કરોડ અને ગુજરાતમાં ૧૫૫૮૪ મકાનો માટે ૧૮૨ કરોડ રૂપિયાની કેન્દ્રીય મદદ આપવામાં આવશે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૧૨૧૨૩ મકાનના નિર્માણમાં ૨૩૪ કરોડ, કેરળમાં ૯૪૬૧ મકાન માટે ૧૪૨ કરોડ અને ઉત્તરાખંડમાં ૬૨૨૬ મકાન માટે ૭૭ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા આપવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીના નેતૃત્વવાળા નિર્માણ (બેનિફિશિયરી લેન્ડ કન્ટ્રક્શન) કમ્પોનેન્ટ હેઠળ ૧૦૮૦૯૫ નવા મકાનોના નિર્માણને મંજુરી આપવામાં આવી છે જે હેઠળ તમિળનાડુમાં ૨૬૧૭૨, કર્ણાટકમાં ૧૬૬૩૦, હરિયાણામાં ૧૩૬૬૩, બિહારમાં ૧૧૪૧૧, કેરળમાં ૯૪૬૧, ગુજરાતમાં ૮૭૬૮, મહારાષ્ટ્રમાં ૭૦૮૮, ઉત્તરાખંડમાં ૫૬૯૮ તથા ઓરિસ્સામાં ૫૧૩૩ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. આ શ્રેણીમાં યોજનાનો લાભ લેનાર યોગ્ય વ્યક્તિને પોતાની જમીન ઉપર મકાન બનાવવા માટે મંજુરી અપાય છે. સાથે સાથે મદદ પણ કરવામાં આવે છે. બીજી બાજુ ભાગીદારીમાં સસ્તા મકાન (અફોર્ડેબલ હાઉસ ઇન પાર્ટનરશીપ) કમ્પોનેન્ટ હેઠળ હરિયાણામાં ૩૬૦૫૬, કર્ણાટકમાં ૧૬૦૨૬, તમિળનાડુ ૧૩૯૫૧ અને ગુજરાતમાં ૬૨૪૬ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. અંતિમ મંજુરી મળી ગયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કુલ મકાનોની સંખ્યા ૩૭૮૩૩૯૨ થઇ જશે.

ક્યાં કેટલા મકાનો બનશે

         નવીદિલ્હી, તા. ૯ : પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબો માટે ૧૮૬૭૭૭ મકાનોનું નિર્માણ થશે. જુદા જુદા રાજ્યોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલમાં મકાન બની રહ્યા છે. જેના લીધે ગરીબોને રાહત દરે મકાન ઉપલબ્ધ કરાવવાની ગતિવિધિ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં પણ આ સ્કીમ હેઠળ મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.  ક્યાં કેટલા મકાનોનું નિર્માણ કરવાની યોજનાને મંજુરી મળી છે તે નીચે મુજબ છે.

રાજ્ય.................................................. સસ્તા મકાન

હરિયાણા.................................................... ૫૩૨૯૦

તમિળનાડુ................................................. ૪૦૬૨૩

કર્ણાટક...................................................... ૩૨૬૫૬

ગુજરાત..................................................... ૧૫૫૮૪

મહારાષ્ટ્ર.................................................... ૧૨૧૨૩

કેરળ............................................................ ૯૪૬૧

ઉત્તરાખંડ..................................................... ૬૨૨૬

(7:44 pm IST)