મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

૨૦૧૬માં થયેલ જાટ આંદોલનના 822 આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલી એફઆઈઆર હરિયાણા સરકારે પાછી ખેંચી

હરિયાણા : હરિયાણામાં ૨૦૧૬ના જાટ આંદોલન દરમિયાન 822 લોકો વિરૂધ્ધ રાજ્ય સરકારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે પોલીસ ફરિયાદ આજે હરિયાણા સરકારે પાછી ખેંચી છે. આ આરોપીઓના નામ 70 પોલીસ ફરિયાદમાં નોંધાયેલા હતા. 2016માં જાટ આંદોલન દરમિયાન થયેલી હિંસામાં 30 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.

(7:38 pm IST)