મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

પેપ્સીકોના CEO ઈન્દિરા નૂયી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCના પ્રથમ સ્વતંત્ર મહિલા ડાઈરેક્ટર બન્યા

ન્યુ દિલ્હીઃ પેપ્સીકોના ચેરમેન અને ceo ભારતીય મૂળના સુશ્રી ઇન્દ્રા નુઇની નિમણુંક ''ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ'' (ICC)ના ડીરેકટર તરીકે થઇ છે. આ પદ ઉપર નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ મહિલા છે. તેઓ જુન ૨૦૧૮ થી ૨ વર્ષ માટે હોદો સંભાળશે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી ઇન્દ્રા નૂઇને ભારત સરકારે ૨૦૦૭નીસાલમાં પદમ ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરેલા છે. તેમણે ફોર્બ્સ મેગેઝીનમાં ૨૦૦૮ થી ૨૦૧૪ સુધી સતત સાત વર્ષ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં  તથા ફોર્ચ્યુન મેગેઝીનમાં ૨૦૦૬ થી ૨૦૧૦ની સાલ સુધી સતત પાંચ વર્ષ પ્રભાવશાળી વ્યાવસાયિક મહિલા તરીકે સ્થાન મેળવેલું છે.

કોલેજ કાળથી જ તેઓ ક્રિકેટના શોખીન હતા તથા આ દિવસોમાં તેમણે ક્રિકેટની રકત રમેલી છે. ICCબોર્ડમાં ડીરેકટર તરીકે સ્થાન મળતા તેઓ ઘણાં જ ઉત્સાહિત થયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:54 pm IST)