મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

રિઝર્વ બેન્કે મધ્યમ અને નાના વેપારોને કર્જની ચુકવણીમાં મોટી રાહત આપી

મુંબઇ તા. ૯: મધ્યમ અને નાના વેપાર સાહસ ક્ષેત્રને મોટી રાહતના રૂપમાં રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે GST રજિસ્ટર્ડ MSME કરજદારોને જો તેમનાં ખાતાં ર૦૧૭ની ૩૧ ઓગસ્ટ સુધી સ્ટાન્ડર્ડ (NPA) નહીં) રહ્યાં હશે તો તેમને વધુ ૧૮૦ દિવસની વિન્ડો દેવાંની ચુકવણી કરવા માટે પ્રાપ્ત થશે.

આ પગલું બેન્કો અને NBFC ને લાગુ પડશે, જેમનું કુલ એકસ્પોઝર રપ કરોડ રૂપિયાની અધિક નહીં હોય અને એ સપ્ટેમ્બર ર૦૧૭ થી જાન્યુઆરી ર૦૧૮ વચ્ચેનાં લેણાંને લાગુ પડશે. બેન્કો અને NBFC એ આ MSME ના એસેટ વર્ગીકરણને ડાઉનગ્રેડ કરવાની જરૂર નહીં રહે.

GST રજિસ્ટર્ડ એકમો

વિધિસરના વેપાર-માહોલ સરજવા માટેનો ટેકો પૂરો પાડવા એવું નકકી કરવામાં આવ્યું છે કે GST રજિસ્ટર્ડ MSME જે ર૦૧૭ ની ૩૧ ઓગસ્ટ સુધી સ્ટાન્ડર્ડ હતાં અને બેન્કો તથા NBFC નું કુલ એકસપોઝર ર૦૧૭ની ૧ સપ્ટેમ્બરથી ર૦૧૮ની ૩૧ જાન્યુઆરી દરમ્યાન રપ કરોડ રૂપિયાથી અધિક ન હોય એવી ર૦૧૭ની ૧ સપ્ટેમ્બરની ઓવરડયુ રકમ અને ર૦૧૭ની ૧ સપ્ટેમ્બરથી ર૦૧૮ની ૩૧ જાન્યુઆરી વચ્ચેની ચુકવણીને બેન્કો અને NBFC તેમની ઓરિજિનલ ડયુ-ડેટથી ૧૮૦ દિવસમાં માન્ય રાખશે અને એના વર્ગીકરણને ડાઉનગ્રેડ કરવામાં નહીં આવે એવું રિઝર્વ બેન્કે એક સકર્યુલરમાં જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કે એની નોંધ લીધી છે કે GST રજિસ્ટ્રેશન હેઠળ નાની વેપાર હસ્તીઓના ટ્રાન્ઝિશન સમયગાળા દરમ્યાન તેમના રોકડ પ્રવાહને વિપરીત અસર થઇ છે. ત્યારબાદ MSME બેન્કો અને NBFC ને ચુકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.

પ્રાયોરિટી સેકટર

MSME કર્જદારોને આ રાહત પ્રાયોરિટી સેકટર લેન્ડિંગની વ્યાખ્યાને વિસ્તૃત બનાવી અને રેપો નિર્દેશોના સરળીકરણ દ્વારા આપવામાં આવી છે જે સ્થિર મેકો એન્વાયર્નમેન્ટ માટે હકારાત્મક પગલું છે એમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશકુમારે કહ્યું હતું.

રિઝર્વ બેન્કે એમ પણ કહ્યું છે કે 'એ MSME સેગમેન્ટ માટે કર્જદારદીઠ પ-૧૦ કરોડ રૂપિયાની લિમિટ રદ કરશે. નવા માહોલમાં બધી બેન્ક-લોનો કોઇપણ ક્રેડિટ-લિમિટ વિના પ્રાયોરિટી સેકટરમાં પાત્ર ઠરશે.' (૭.૧૪)

(4:44 pm IST)