મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

બાળકોને ભણાવવા માટે આ હેડમાસ્ટર ઘેર-ઘેર જઇને પેરન્ટ્સ સામે હાથ જોડે છે

ચેન્નાઇ તા.૯: એક તરફ દેશમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટીચર્સ અમાનવીય કહેવાય એવી મારપીટ કરે છે ત્યારે તમિલનાડુના વિલ્લુપુરમની હાયર સેકન્ડરી સ્કુલના હેડમાસ્ટર ડી.બાલુ તેના તમામ શિક્ષકો માટે આદર્શ ઉદાહરણ છે. ડી.બાલુ વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે લાકડી અને દંડનો નહી, પણ ક્ષમા અને પ્રાર્થનાનો વિકલ્પ અપનાવે છે. કોઇ પણ સ્ટુડન્ટ સ્કુલમાં આવવામાં મોડું કરતો હોય, તોફાન કરતો હોય, ભણવામાં કમજોર હોય, ધ્યાન લગાવીને ન ભણતો હોય તો તેને દંડ કરવાને બદલે ડી.બાલુ તેના ઘરે પહોંચી જાય છે અને હાથ જોડીને તેને સુધરવા અને ભણવામાં ધ્યાન આપવા વિનંતી કરે છે. કામરાજ મ્યુનિસિપલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણેલા આ શિક્ષકે છેલ્લા થોડાક સમયમાં બાળકો સાથે એવો નાતો બનાવી દીધો છે કે કોઇ પણ બહાને ભણવાનું છોડી રહેલા બાળકો પણ ફરીથી ભણવા માંડ્યા છે

(4:40 pm IST)