મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

દરેક સ્ટેશન પર ગુંજતો યાત્રીગણ કૃપયા ધ્યાન દેં... અવાજ કોનો છે ખબર છે?

નવી દિલ્હી , તા., ૯: ભારતના કોઇ પણ રેલ્વે-સ્ટેશને તમે જાઓ ત્યારે યાત્રીગણ કૃપયા ધ્યાન દે... શબ્દોથી શરૂ થતી સુચનાઓ સૌએ સાંભળી હશે. તમે સફર કરતા હો ત્યારે સ્ટેશનો ભલે બદલાય, પણ આ અવાજ નથી બદલાતો. આજે જાણીએ રેલ્વે સ્ટેશન્સ પર ગુંજતો આ અવાજ કોનો છે. આ અવાજ સરલા ચૌધરી નામના બહેનનો છે. જોકે હાલમાં આ બહેન હવે એનાઉન્સરના પદ પર નથી અને છતાં તેમનો અવાજ હજી કામ કરી રહયો છે. સરલા ચૌધરીએ ૧૯૮રમાં રેલ્વેમાં એનાઉન્સર પદ માટે અરજી કરી હતી અને પરીક્ષા પાસ કરતા તેમને સિલેકટ કરવામાં આવ્યા હતા. ૧૯૮૬ સુધી કમ્પ્યુટર ન હોવાથી દરેક સ્ટેશને પહોંચીને તેમણે એનાઉન્સમેન્ટ રેર્કોર્ડ કરવી પડતી હતી. એ વખતે દરેક સ્ટેશન પર રેકોડીંગ માટે ત્રણ-ચાર દિવસ લાગી જતા હતા. અલગ-અલગ ભાષાઓમાં પણ અનાઉન્સમેન્ટ કરવી પડતી હતી. જો કે એ પછી નવી ટેકનોલોજી આવતાં રેલ્વેએ તમામ અનાઉન્સમેન્ટની વ્યવસ્થા ટ્રેન -મેનેજમેન્ટને સોંપી દીધી સરલા ચૌધરી ૧ર વર્ષ પહેલા અનાઉન્સરનું કામ છોડીને રેલ્વેના બીજા વિભાગમાં કામ કરી રહ્યાં છે તેમનો અવાજ સ્ટેન્ડ બાય મોડ પર રેકોર્ડ કરી લીધો હોવાથી હજીય આપણને રેલવે સ્ટેશનો પર તેમનો અવાજ સાંભળવા મળે છે.

(12:44 pm IST)