મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

પૂ.રામ ઉત્તમકુમાર મ.સા., પૂ.શ્રી ધીરગુરૂદેવ, પૂ.ચારિત્રચંદ્રજી મ.સા. સહિત ૭૫ સંત-સતીજીની નિશ્રામાં

વિલેપારલામાં રવિવારે સિધ્ધર્થકુમાર અને રીચાબેનનો ભવ્ય દિક્ષા મહોત્સવ

રાજકોટ,તા.૯: શ્રી વિલેપારલો સ્થાનકવાસી જૈન સંઘ, રેલ્વે સ્ટેશન સામે, મુંબઈ ખાતે ગોપાલ સંપ્રદાયના પૂ.રામઉત્તમ કુમાર મુનિ મ.સા.ની નિશ્રામાં વૈરાગી સિધ્ધાર્થ કુમાર જયંતભાઈ શાહ (લાકડાવાળા) અને રીચાબેન બિપીનચંદ્ર મોટાણી (દામનગર વાળા)નાં દિક્ષા મહોત્સવ  પ્રસંગે પૂ.શ્રી ધીરગુરુદેવ, પૂ.હસ્મિતાજી - નયનાજી મ.સ. ઠાણા-૫, બોટાદના પૂ.રસીલાજી મ.સ. ઠાણા-૫, ગોપાલના પૂ.પ્રિયદર્શનાજી મ.સ.  ઠાણા-૩૫, અજરામરના પૂ.પ્રતિક્ષાજી મ.સ. આદિ ઠાણા-૬૦ પધાર્યા છે.

કાલે તા.૧૦ને શનિવારે નવકારશી બાદ સવારે ૯ કલાકે કિશોરભાઈ સંઘવીના નિવાસેથી વરસીદાન શોભાયાત્રા અને બપોરે ૩:૩૫ કલાકે કોળિયા વિધિ તેમજ તા.૧૧ને રવિવારે સવારે ૮:૩૫ કલાકે ઉપાશ્રયેથી મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા અને ધનજી મહેતા ગ્રાઉન્ડ, ચર્ચ રોડ ખાતે દિક્ષા મંત્ર અર્પણ વિધિ અને ગૌતમપ્રસાદ ઉપાશ્રયના પરિસરમાં યોજાશે.

દિક્ષાનો સંપૂર્ણ લાભ ધર્મશીલા માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરિવારે લીધેલ છે. પૂ.શ્રી ધીરગુરુદેવના પદાર્પણથી અનેરો ઉમંગ છવાયો છે. ચંદુભાઈ દોશી વગેરે  જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૩)

(11:46 am IST)