મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

વ્યાપમ ગોટાળા મામલે ૮૭ લોકો સામે ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી : વ્યાપમ ગોટાળા મામલે સી.બી આઈ. ૮૭ લોકો સામે ભોપાલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.જેમાં પૂર્વ ટેકનિકલ મંત્રી અને તેના . .એસ.ડી.નો પણ સમાવેશ થાય છે. વ્યાવસાયિક પરીક્ષા મંડળ. વ્યાપમ દ્વારા લેવાયેલી શિક્ષકોની ભરતી પરીક્ષા માં ગોટાળાની શંકા ના પગલે સી.બી.આઈ. તેની સામે કેસ દાખલ કરેલો.હતો ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ ના લેવાયેલી પરીક્ષા માં બેઠેલા કુલમાંથી ૭૩ પરિક્ષાર્થીઓ ની .એમ.આર.શીટ અને માર્કશીટ માં ગોટાળા હોવાનું જણાયું હતું.જેની . એમ.આર શીટ માં ઓછા અને માર્કશીટ માં વધુ માર્ક હોવાનું બહાર આવ્યું હતું
  . સી.બી.આઈ . જણાવ્યું હતું કે કુલ ૮૭ ના નામ આરોપનામા માં  છે તેમાં ૭૩ ઉમેદવારો,૧૧ વચેટીયાઓ, તથા પૂર્વ મંત્રી અને વ્યાપમ ના અધિકારીઓ નો સમાવેશ થાય છે.વ્યાપમ મામલે સી.બી.આઈ.અધિકારીઓ અત્યાર સુધીમાં ૮૦૦ વ્યક્તિઓ સામે આરોપનામાં દાખલ કર્યા  છે. .

 

 

(10:59 am IST)