મુખ્ય સમાચાર
News of Monday, 10th January 2022

ટી સ્ટોલ પર મળે છે એવી ચા, પીધા બાદ લોકો ખાઇ જાય છે કપ

નવી દિલ્હી તા. ૧૦ : આજનાં સમયમાં એવા ઘણા લોકો છે જે ચા નાં સૌથી વધુ શોખીન છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો, તો આજે અમે તમને એક એવા ચા વાળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જયાં લોકો ચા પીતી વખતે કપ ખાય છે.

હા, તમે તેના પર વિશ્વાસ નહી કરી શકો, પરંતુ આ સાચું છે. હા, આ ચાવાળો તમને શહડોલ જિલ્લા મુખ્યાલયનાં મોડલ રોડની બાજુમાં જોવા મળશે. અહીં બનેલી આ ચાની દુકાનનું નામ 'અલ્હદ કુલહદ' છે. હા અને આ દુકાનનાં માલિક શહેરમાં રહેતા બે મિત્રો છે, જેમના નામ છે રિંકુ અરોરા અને પીયૂષ કુશવાહા. તેઓએ સાથે મળીને આ ચાની દુકાન શરૂ કરી છે. બન્નેએ સાથે અભ્યાસ કર્યો છે અને આ તેમનો એક પ્રકારનો સ્ટાર્ટઅપ છે. તેઓ અહીં જે કપમાં ચા આપે છે, તે ચા પીધા પછી ખાઈ જાય છે. વાસ્તવમાં, બન્નેએ પોતપોતાનું સૂત્ર પણ આપ્યું છે – 'ચા પીઓ, કપ ખાઓ' જો કે, હવે પ્રશ્ન એ સામે આવે છે કે કોઈ વ્યકિત કપ કેવી રીતે ખાઈ શકે? તો ચાલો તમને જણાવી દઈએ કે આ ચાની દુકાન પર દરેક વસ્તુ ખાઈ શકાય છે.

આ કપ કાચ, સિરામિક અથવા પ્લાસ્ટિકનો નથી, પરંતુ બિસ્કિટ વેફરનો છે. આ જ કારણ છે કે તેમની દુકાન પર ચા પીધા પછી તમે તે કપ ચા પીધા બાદ ખાઈ શકો છો. વળી, આ ચાનાં કપની કિંમત માત્ર ૨૦ રૂપિયા છે. રિંકુ અરોરાએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં આ કોન્સેપ્ટની યોગ્યતાઓ જણાવતા કહ્યું કે, 'અમે બિસ્કીટનાં કપમાં ચા પીરસી રહ્યા છીએ. આનાથી પર્યાવરણ બચાવવાની સાથે સાથે શહેરને કચરા મુકત રાખવામાં મદદ મળશે. હવે આ વખતે આ દુકાનની ચર્ચા સર્વત્ર છે.'

(10:23 am IST)