મુખ્ય સમાચાર
News of Friday, 10th January 2020

હાય રે બેકારી : આત્મહત્યા કરવાના મામલે ખેડૂતો કરતા બેરોજગારો આગળ: દર 2 કલાકે 3ના મોત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોનો ચોંકાવનારો રિપોર્ટ : વર્ષ 2018માં 12, 936 લોકોએ બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

નવી દિલ્હી : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ બેરોજગારીને લઈને ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. NCRBના ડેટા અનુસાર દેશમાં બેરોજગારીને કારણે વર્ષ 2018માં સરેરાશ 35 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આમ દર 2 કલાકમાં 3 બેરોજગારો જિંદગીને ટૂંકાવી રહ્યા છે. NCRBએ જાહેર કરેલા આંકડા અનુસાર લોકો બેકારી અને બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યા છે. જે રિપોર્ટમાં ખેડૂત કરતા બેરોજગારોની સંખ્યા વધારે છે.

  વર્ષ 2018માં 12 હજાર 936 લોકોએ બેરોજગારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે ખેતી સાથે જોડાયેલા 10 હજાર 349 લોકોએ આત્મહત્યા કરી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો ગૃહ મંત્રાલય અંતર્ગત આવનારી સંસ્થાઓ આ પ્રકારનો ડેટા તૈયાર કરે છે અને સમયાંતરે તેને જાહેર કરે છે

  . આ રિપોર્ટના તાજેતરના આંકડા અનુસાર વર્ષ 2018માં દેશમાં આત્મહત્યાના કેસમાં 3.6 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018માં આત્મહત્યાના 1 લાખ 34 હજાર 516 કેસ દાખલ થયા છે. જ્યારે વર્ષ 2017માં 29,887 લોકોએ આયખું ટૂંકાવ્યું છે. વર્ષ 2017માં 12,241 લોકોએ બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરી હતી. જ્યારે ખેતી સાથે જોડાયેલા 10,655 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

 વર્ષ 2016ની તુલનામાં ખેડૂતોએ વધારે આત્મહત્યા કરી હોવાના કેસ નોંધાયેલા છે. NCRBના આંકડા અનુસાર 2016માં 11,379 ખેડૂતોએ તેમજ ખેત મજૂરોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વર્ષ 2015માં નોકરી અને કમાણીના સાધનોથી દૂર રહીને 10912 લોકોએ જીવનનો અંત આણ્યો હતો. જ્યારે આ કેસમાં ખેડૂતોનો આંકડો 12602 છે.

  આત્મહત્યા મામલે કેરળ રાજ્ય પ્રથમ ક્રમે છે. જ્યાં 82 ટકા લોકો પુરુષ છે. કેરળમાં 1585, તામિલનાડુંમાં 1579, મહારાષ્ટ્રમાં 1260, કર્ણાટકમાં 1094 અને ઉત્તર પ્રદેશમાં 902 આત્મહત્યાના કેસ નોંધાયેલા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, મેઘાલય, ગોવા, ચંદીગઢ, દમણ અને દીવ, દિલ્હી, પોંડીચેરીમાં વર્ષ 2018માં કોઈ ખેડૂતો કે ખેત મજૂરે આત્મહત્યા કરી ન હતી.

(12:36 am IST)